ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress Leader: ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ કરાયો ઘાતક હુમલો

Congress Leader: રાજ્યમાં અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. તે ઉપરાંત ઘણી વખત જાનહાનિના બનાવો પણ સામે આવતા હોય છે. પરંતુ આ વખતે તો કયદા નામનું રાજ્યમાં કંઈ હોય જ નહીં તેવી ઘટના સામે આવી છે....
11:49 PM Jan 12, 2024 IST | Aviraj Bagda
Congress Leader: રાજ્યમાં અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. તે ઉપરાંત ઘણી વખત જાનહાનિના બનાવો પણ સામે આવતા હોય છે. પરંતુ આ વખતે તો કયદા નામનું રાજ્યમાં કંઈ હોય જ નહીં તેવી ઘટના સામે આવી છે....
Fatal attack on Congress president in Gondal

Congress Leader: રાજ્યમાં અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. તે ઉપરાંત ઘણી વખત જાનહાનિના બનાવો પણ સામે આવતા હોય છે. પરંતુ આ વખતે તો કયદા નામનું રાજ્યમાં કંઈ હોય જ નહીં તેવી ઘટના સામે આવી છે.

કોંગ્રેસ પ્રમુખ પર જીવલેણ હુમલો

રાજકોટના ગોંડલ તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ પર જીવલેણ હુમલો થયો છે. ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કારમાં બેસીને 8 થી 10 લોકો અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ ઘટના શખ્સોએ વછેરાના વાળા પાસે આવેલ સેફરોન સ્કવેર પાસે ઘટી હતી.

Congress Leader

અજાણ્યા 8 થી 10 શખ્સો દ્વારા કરાયો હુમલો

આ ઘટનામાં 8 થી 10 અજાણ્યા શખ્સો કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાની કાર પર હુમલો કર્યો હતો. આ તમામ શખ્સોએ એકસાથે વારંવાર કોંગ્રેસ પ્રમુખની કાર પર હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનામાં કોંગ્રેસ પ્રમુખ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યારે તેમને કોંગ્રેસ આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ તમામા શખ્સોએ કોંગ્રેસ પ્રમુખની કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું.

જો કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા દ્વારા આત્મવિલોપનની ચિમકી આપવામાં આવી હતી. આ ઘટના પાછણનું કારણ એ હતું કે, ગોંડલ પંથકમાં ગેરકાયદે ધમધમતા એલડીઓના હાટડાં અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે.  પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, આથી જો હવે આઠ દિવસમાં આવા એલડીઓના હાટડાં બંધ નહીં થાય તો આવું જ કેમિકલ યુક્ત ઇંધણ અમારા શરીર પર છાંટી કચેરીમાં જ જાત જલાવી આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને ઉચ્ચારી છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન ગુપ્તદાનરૂપે થયું

 

 

Tags :
attackonCongressCongressGondalGujaratGujaratFirstRAJKOT
Next Article