ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Congress : જમીન પર બેસીને કોંગ્રેસ અગ્રણીઓએ કરી 'ગાંધી બેઠક', વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા

Gujarat Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) આજે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ગુજરાતમાં પરિણામ પર વિશ્લેષણ કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં નવીનતા એ જોવા મળી કે...
10:45 PM Jun 17, 2024 IST | Vipul Sen
Gujarat Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) આજે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ગુજરાતમાં પરિણામ પર વિશ્લેષણ કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં નવીનતા એ જોવા મળી કે...

Gujarat Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) આજે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ગુજરાતમાં પરિણામ પર વિશ્લેષણ કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં નવીનતા એ જોવા મળી કે અત્યાર સુધી કોંગ્રેસ ગાંધીવાદી વિચારોની વાત માત્ર કરતી હતી પરંતુ, હવે કોંગ્રેસ છે તેને ચેયર એટલે કે ખુરશીનું કલ્ચર છોડીને નીચે ગાંધીજીનાં વિચારો પર જમીન પર બેસી 'ગાંધી બેઠક'ની વ્યવસ્થામાં કરી હતી.

જમીન પર બેસીને કોંગ્રેસની બેઠક

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં અંગે ચર્ચા

પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસની (Gujarat Congress) આ 'ગાંધી બેઠક' માં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) સહિતનાં કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં સંગઠનમાં બદલાવ અને મજબૂત બનાવવા માટે મંથન કરાયું હતું. સાથે જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવા અંગે પણ ચર્ચા કરાઇ હતી. ત્યારે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની બેઠક મહત્ત્વપૂર્ણ બેઠક હતી. લોકોના પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

જમીન પર બેસીને કોંગ્રેસની બેઠક

રચનાત્મક વિરોધપક્ષ તરીકે અમે કામ કરીશું : શક્તિસિંહ

તેમણે કહ્યું કે, આ બેઠકમાં રાજકોટનાં (Rajkot Gamezone) અગ્નિકાંડ મામલે સરકારની નીતિ-રીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા અને મોટા મગરમચ્છો સામે કાર્યવાહી થાય તે સંદર્ભે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. ભાજપ પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે તે માટે પણ ચર્ચા થઇ હતી. ઉપરાંત, NEET ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને ખેડૂતો વેપારીઓ માટે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. તેમને વધુમાં ઉમેર્યું કે રચનાત્મક વિરોધપક્ષ તરીકે અમે આગામી દિવસોમાં કામ કરવાના છીએ.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો - સરકાર: કોંગ્રેસના સમયમાં GIDCના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા

આ પણ વાંચો - Review Meeting : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સમીક્ષા બેઠક

આ પણ વાંચો - VADODARA : ભાજપ પ્રમુખનું વિવાદીત નિવેદન, “મત નહી તો કામ નહી”

Tags :
BJPfarmer issueGujarat CongressGujarat FirstGujarati NewsMukul WasnikNEETPolitical Affairs CommitteeRajkot GamezoneShaktisinh Gohilsitting on the ground meeting
Next Article