Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Controversy : મામલો ઉગ્ર બનતા આહીર સમાજના રાજકીય આગેવાનો પણ મેદાને

Controversy : તાજેતરમાં ચારણ અને ગઢવી સમાજ અંગે વિવાદાસ્પદ( Controversy)ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ રોષ ભભૂકી રહ્યો છે. જેણે ચારણ સમાજ પર અને કુળદેવી પર અભદ્ર ટિપ્પણી કરી છે. એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે, ચારણ સમાજમાં રોષ ફેલાયો છે. અને...
controversy   મામલો ઉગ્ર બનતા આહીર સમાજના રાજકીય આગેવાનો પણ મેદાને

Controversy : તાજેતરમાં ચારણ અને ગઢવી સમાજ અંગે વિવાદાસ્પદ( Controversy)ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ રોષ ભભૂકી રહ્યો છે. જેણે ચારણ સમાજ પર અને કુળદેવી પર અભદ્ર ટિપ્પણી કરી છે. એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે, ચારણ સમાજમાં રોષ ફેલાયો છે. અને ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે. ત્યારે આ વિવાદને લઈ સોનલધામ મઢડા વિક્રમ માડમ સહિતના રાજકીય આગેવાનો   પહોંચ્યા છે.

Advertisement

Advertisement

આહીર અગ્રણીઓ ગિરીશ આપાને મળ્યા
અત્રે જણાવીએ કે, ગીગા ભમ્મરના વાયરલ વીડિયોને લઈ અગ્રણીઓ ગિરીશ આપાને મળ્યા હતા. વિક્રમ માડમ, હિરા જોટવા સહિતના અગ્રણીઓ મઢડા પહોંચ્યા હતાં. બન્ને સમાજને શાંતિ જાળવવા અને વિવાદથી દૂર રહેવા અપીલ કરી છે.

Advertisement

આહીર અગ્રણી હિરાભાઈ જોટવાએ શું કહ્યું ?
હિરાભાઈ જોટવાએ કહ્યું કે, આહીર અને ચારણનો વિશેષ સંબંધ રહેલો છે. અમારા ઈતિહાસોને ઉજળા કરનારા પ્રત્યે અમને ખૂબ જ લાગણી અને પ્રેમ છે. તેમણે કહ્યું કે, અમારો સંબંધ ગઈકાલે પણ અંકબંધ હતો આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે એવી માતાજીને પ્રાર્થના છે. તેમણે કહ્યું કે, જે નિવેદન સામે આવ્યું હતું તે ગેર સમજના કારણે અગંત નિવેદન હોઈ શકે જે નિવેદન સાથે સમાજને કંઈ પણ લેવા દેવા નથી. તેમને પણ ભગવાન સદ્હ બુદ્ધિ આપે કે, આવા નિવેદન ન આપે અને સારા કાર્યો કરે. વધુમાં કહ્યું કે, આહીર સમાજ દિલગીર છે

વિક્રમ માંડમે શું કહ્યું ?
વિક્રમ માંડમે કહ્યું કે, કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ શબ્દ બોલે તેના હિસાબે બંન્ને સમાજ વચ્ચે ક્યાંક મન દુખ થાય અને તે મન દુખ ન થાય. વધુમાં કહ્યું કે, આજે પણ અમે ગઢવી સમાજને પવિત્ર માનીએ છીએ અને એટલો અમારો આદર છે. માં સોનલ પ્રત્ય પણ એટલો જ આદર છે. આદીકાળથી જે સંબંધો છે તે રીતે જ રહીએ અને સંબંધો નીભાવીએ. આ સંબંધો એટલા નબળા પણ નથી કે, એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો તૂટી જાય. અમે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે, ગઢવી સમાજ આદરણીય છે અને આદરણીય હતો, રહેશે.

ગિરીશ આપા શું કહ્યું ?
ગિરીશ આપાએ કહ્યું કે, આ ફક્ત વ્યક્તિગત નિવેદન છે માટે આપણે એ રીતે ટેકલ કરીએ. આપણા ભાઈ ચારામાં કે, કોઈ સંબંધોમાં ખામી ન આવે તે રીતે રહીએ. આપણાં સંબંધો જોડાયેલા હતા અને રહે. ખાસ વાત એ છે કે, આપણે આને જુદી રીતે ન વિચારીએ. આપણે આપણા કામમાં આગળ વધીએ અને ન્યાય ઉપર વિશ્વાસ રાખીએ

આ  પણ  વાંચો  -CONTROVERSY : એક કરતાં વધુ સ્થળોએ ગીગા ભમ્મર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Tags :
Advertisement

.