CR Patil : ફોર્મ ભરતી વેળાએ CR પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈની ગુફ્તેગૂ ચર્ચાનું કેન્દ્ર બની!
ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે (CR Patil) આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. નેતાઓ, કાર્યકર્તાઓ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં સી.આર.પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે, ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યરકર્તાઓ હાજર રહ્યા હતા. દરમિયાન, ઉમેદવારી પત્ર (nomination form) ભરીને બાહર નીકળતી વેળાએ સી.આર.પાટીલ અને કોંગ્રેસના (Congress) ઉમેદવાર નૈષદ દેસાઈ (Naishad Desai) વચ્ચે વાતચીત થઈ હતી. જો કે, ત્યાર બાદથી રાજકીય માહોલ ગરમાયો છે અને આ કાનાફૂસીનો પ્રશ્ન ચર્ચાની એરણે ચડ્યો છે.
પાટીલ અને નૈષદ દેસાઈ વચ્ચે કાનાફૂસી!
નવસારીમાં (Navsari) આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા ઉમેદવાર સી.આર.પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દરમિયાન તેમની સાથે પરિવારના લોકો, ભાજપના (BJP) ટોચેના નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જો કે, ફોર્મ ભરી બહાર આવતી વેળાએ સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ (Naishad Desai) વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સી.આર.પાટીલે નૈષધ દેસાઈને કાનમાં શું કહ્યું ? અને પછી કોંગ્રેસના (Congress) ઉમેદવારે પણ સી.આર.પાટીલને કાનમાં શું કહ્યું ? તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે.
બંને નેતાઓ વચ્ચે ક્ષણિક મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની
જો કે, બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, સી.આર.પાટીલે (CR Patil) હસીને નેષૈધ દેસાઈને પ્રતિસાદ પણ આપ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે શું ચર્ચા થઈ તે મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. જણાવી દઈએ કે, ફોર્મ ભર્યા બાદ ક્ષણિક મુલાકાત કરી બંને ઉમેદવાર છુટ્ટા પડ્યા હતા. પરંતુ, તેમની વાતચીતના કારણે હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કોંગ્રેસ-ભાજપના કાર્યકરો પણ આમને-સામને થયા હતા.
આ પણ વાંચો - C R PATIL: માતાના ચરણ સ્પર્શ કરી સી આર પાટીલ ઉમેદવારી નોંધાવા નવસારી રવાના
આ પણ વાંચો - Poonam Madam : ફોર્મ ભરતા પૂર્વે પૂનમ માડમ થયાં ભાવુક, માતાનાં આશીર્વાદ લીધા, પછી કહી આ વાત!
આ પણ વાંચો - NAVSARI : આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R PATIL શક્તિપ્રદર્શન સાથે નોંધાવશે પોતાની ઉમેદવારી