ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dabhoi And Bharuch Mahashivratri: જાણો... ડભોઈ અને ભરૂચમાં આવેલા મહાદેવ શંકરના મંદિરની વિશેષતાઓ

Dabhoi And Bharuch Mahashivratri: ડભોઇ તાલુકાનાં કાયાવરોહણમાં લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં...
05:56 PM Mar 08, 2024 IST | Aviraj Bagda
Dabhoi And Bharuch Mahashivratri: ડભોઇ તાલુકાનાં કાયાવરોહણમાં લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં...
Know... Features of Mahadev Shankar temple in Dabhoi and Bharuch

Dabhoi And Bharuch Mahashivratri: ડભોઇ તાલુકાનાં કાયાવરોહણમાં લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કાયાવરોહણમાં આવેલું લકુલીશ મહાદેવનું મંદિર સુપ્રસિદ્ધ છે.

Dabhoi Mahashivratri

આ મંદિરનો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે. કાયાવરોહણમાં કાયા એટલે શરીર અને અવરોહણ એટલે નીચે ઉતરવું શબ્દ તરીકે અર્થ થાય છે. ડભોઈની દર્ભાવતી નગરીથી નજીક આવેલું કાયાવરોહણ 4 યુગોથી જાણીતું છે. સતયુગમાં ઈચ્છાપૂરી , ત્રેતાયુગમાં માયાપુરી, દ્રાપરયુગમાં મેઘાવતી , કળિયુગમા (કરવણ) કાયાવરોહણ તરીકે જાણીતું છે.

ભગવાન શિવે કાયાવરોહરણ મંદિરમાં નિવાસ કર્યો હતો

Dabhoi Mahashivratri

અહીં ૠષિ વિશ્વામિત્રને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો હતો. અહીંથી જ ગાયત્રી મંત્ર શરૂ થયો અને ફેલાયો હતો. તે ઉપરાંત દ્વાપર યુગ દરમિયાન ભગવાન લકુલિશ અહીં પ્રથમ પ્રગટ થયા હતા. તે સમયથી આ સ્થાન કાયાવરોહણ તરીકે જાણીતું બન્યું. તેનો અર્થ એ છે કે, ભગવાન શિવ પોતે અહીં માનવ શરીરમાં ઉતર્યા હતા.

ભરૂચ જિલ્લાના મહાદેવ મંદિરનું મહત્ત્વ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. જે મંદિર દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભગવાન કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પ્રાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા સાથે પૂજા-અર્ચના કરવાની મજા કંઈક અલગ જ આવે છે.

Bharuch Mahashivratri

સ્તંભેશ્વર મહાદેવની અલૌકિ ખાસિયતો

સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં 2 વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. તે ઉપરાંત જ્યારે દરિયામાંથી ભરતી આવે છે, ત્યારે અમુક ક્ષણો માટે આ ભરતીની સાથે સ્તંભેશ્વર મંદિરનું શિવલિંગ અદ્રશ્ય થઈ જાય છે. એવુ લાગે છે કે ભગવાન શિવ ક્ષણભર માટે ધ્યાનાવસ્થામાં જતા રહે છે.

રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન કરવા આવ્યા

Bharuch Mahashivratri

તો બીજી તરફ મંદિરની દર્શન કરવા માટે રાજ્યમાંથી વિવિધ લોકો ઉમડી પડ્યા હતા. તે ઉપરાંત કાવી ગામમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા. મહશિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પૂજારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ - પીન્ટુ પટેલ અને દિનેશ મકવાણા

આ પણ વાંચો: Porbandar : શિવરાત્રીએ 200 વર્ષ જૂના મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર

Tags :
BharuchDabhoiDabhoi And Bharuch MahashivratriDevoteeGujaratGujaratFirstHistoryLord ShivaMahadev TempleMahashivratri
Next Article