ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા 5 પૈકી 4 યુવકની ધરપકડ, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

દાહોદમાં (Dahod) નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા પાંચ પૈકી ચાર યુવકોની ધરપકડ કરાઈ છે. આ યુવકો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. ફેક્ટરી માલિકે મુખ્ય આરોપી યુવકને નોકરી પરથી છૂટો કરી દેતા બદલો લેવાના...
11:56 PM Mar 17, 2024 IST | Vipul Sen
દાહોદમાં (Dahod) નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા પાંચ પૈકી ચાર યુવકોની ધરપકડ કરાઈ છે. આ યુવકો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. ફેક્ટરી માલિકે મુખ્ય આરોપી યુવકને નોકરી પરથી છૂટો કરી દેતા બદલો લેવાના...

દાહોદમાં (Dahod) નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા પાંચ પૈકી ચાર યુવકોની ધરપકડ કરાઈ છે. આ યુવકો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. ફેક્ટરી માલિકે મુખ્ય આરોપી યુવકને નોકરી પરથી છૂટો કરી દેતા બદલો લેવાના ઇરાદે યુવક તેના સાગરિતો સાથે મળીને નકલી ફૂડ સેફ્ટી અધિકારી બની ફેક્ટરી પહોંચ્યો હતો અને 'નકલી ઘી બનાવો છો' કહીને રૂ. 3 લાખની માગણી કરી હતી. જો કે, ફેક્ટરી માલિક આવી જતા પોલીસને બોલાવી હતી અને યુવક અને તેના સાગરિતો પાસે ઓળખ કાર્ડ માગતા સમગ્ર ઘટનાનો ભાંડો ફટ્યો હતો. બી ડિવિઝન પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી હાલ પણ ફરાર છે.

દાહોદના (Dahod) ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઈલ ડેપો (Mahalakshmi Oil Depot) નામની ફેકટરીમાં મધ્યપ્રદેશનો (Madhya Pradesh) પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો. પરંતુ, થોડા સમય પહેલા કોઈક કારણોસર ફેકટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાઝ રાખી અને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કર્યો હતો અને ફેકટરી પહોંચ્યો હતો. જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ ઝાડી 'નકલી ઘી બનાવો છો' તેમ કહી રૂ. 3 લાખની માગણી પણ કરી હતી. ફેકટરી માલિક ત્યાં આવી પહોચતા તેમને દાહોદ બી ડિવિઝન (B Division Police) પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.

ઝડપાયેલ આરોપીઓ

દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા

પોલીસે કથિત ફૂડ સેફ્ટી અધિકારી યુવક પાસે ઓળખ કાર્ડ માગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસ હાજર ચારેય લોકોને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યાં તેમની તપાસ કરતા દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. આ કેસમાં દાહોદ બી ડિવિઝન પોલીસે તપાસ કરતા આરોપીઓની ઓળખ વૈભવ ચૌહાણ, સુનિલ નાગર, રોહિત પરમાર, પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ તરીકે થઈ હતી. આ 5 આરોપી મધ્યપ્રદેશના ઈન્દોરના (Indore) રહેવાસી છે. આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરાઈ છે જ્યારે મુખ્ય આરોપી પપ્પુ હાલ ફરાર છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ: સાબીર ભાભોર- દાહોદ

આ પણ વાંચો - Panchmahal : ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ, મહિલા-બાળકો સહિત 22 દાઝ્યા, આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ!

આ પણ વાંચો - Kheda : કો.ઓ. ક્રેડિટ સોસાયટીને 250 તોલા નકલી સોનું પધરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો - Gujarat University : તોડફોડ મામલે 2 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 7 લોકોની ઓળખ કરાઈ

Tags :
B Division PoliceCrime StoryDahodfactory ownerGujarat FirstGujarati NewsindoreMadhya PradeshMahalakshmi Oil DepotPappu ChauhanUsarwan
Next Article