ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dhandhuka : આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન, 92 સંસ્થાના આગેવાનો રહેશે હાજર!

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. આજે અમદાવાદના ધંધુકા (Dhandhuka) ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન (Kshatriya Asmita Sammelan) યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે. સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ...
03:46 PM Apr 07, 2024 IST | Vipul Sen
કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. આજે અમદાવાદના ધંધુકા (Dhandhuka) ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન (Kshatriya Asmita Sammelan) યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે. સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ...

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. આજે અમદાવાદના ધંધુકા (Dhandhuka) ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન (Kshatriya Asmita Sammelan) યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે. સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આજે ધંધુકાની સભા યથાવત છે. અમારું આંદોલન સમાજ માટે છે. તેમણે જણાવ્યું કે, હવે મહાસંમેલનમાં પ્રવર્તિત થતાં રાજ્ય કક્ષાએ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે.

ક્ષત્રિય સમાજ અંગે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરેલી ટિપ્પણી સામે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ દાખવવામાં આવી રહ્યો છે. જો કે, વિવાદ વધુ વધતા કેન્દ્રીયમંત્રીએ ત્રણ ત્રણ વખત માફી પણ માગી છે. પરંતુ, તેમ છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત છે અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) ધંધુકામાં સાંજે 5:30 કલાકે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે.

અમારું આંદોલન સમાજ માટે છે : વિજયસિંહ ચાવડા

ધંધુકા (Dhandhuka) સંમેલન મુદ્દે સંકલન સમિતિનીના સભ્ય વિજયસિંહ ચાવડાએ (Vijay Singh Chawda) જણાવ્યું હતું કે, ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને આજે સાંજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યથાવત્ છે. તેમણે કહ્યું કે, અમારું આંદોલન સમાજ માટે છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો પણ હાજર રહેશે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ (Rajkot) અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવશે. તેમણે કહ્યું કે, 7 થી 10 હજાર લોકો જોડાય તેવી શક્યતા છે. અમારી એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. જણાવી દઈએ કે, અગાઉ સંમેલનને લઈ ગોતા (Gota) ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનો તેમ જ પોલીસની બેઠક યોજાઈ હતી.

 

આ પણ વાંચો - Surat : હવે એવું લાગે છે કે હું મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું : પરશોત્તમ રૂપાલા

આ પણ વાંચો - Gandhinagar : પરશોત્તમ રુપાલા સામે વિરોધ ખાળવા BJP ની બેઠક, રાજ શેખાવતે આપી આ ચીમકી!

આ પણ વાંચો - Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય, કોંગ્રેસ માટે મોટો ઝટકો!

Tags :
AhmedabadBharatiya Janata PartyBhavnagarBJPCongressDhandhukaGujarat FirstGujarati NewsKshatriya Asmita SammelanKshatriya communityKshatriya Samaj core committeeKshatriya Samaj MaharallyKshatriya Samaj movementKshatriya Samaj's rallyParshottam Rupala controversyRAJKOTVijay Singh Chawda
Next Article