ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka Accident: સરકારનું કામ ગામ લોકોએ હાથ ધર્યું અને બે લોકો કૂવામાં મોતને....

Dwarka Accident: આપણી સામે અવાર-નવાર ખેત ક્ષેત્રે અપૂરતી વ્યવસ્થાને કારણે અનેક જાનહાનિની ઘટનાઓ સામે આવતી હોય છે. તો અમૂક કિસ્સાઓમાં તો ખેત મજૂરો કે ખેડૂતોની જીવનદોરી પણ તૂટી જતી હોય છે. તેના કારણે જગતના તાતનો પરિવાર નિરાધાર બની જતો હોય...
08:58 PM Apr 27, 2024 IST | Aviraj Bagda
Dwarka Accident: આપણી સામે અવાર-નવાર ખેત ક્ષેત્રે અપૂરતી વ્યવસ્થાને કારણે અનેક જાનહાનિની ઘટનાઓ સામે આવતી હોય છે. તો અમૂક કિસ્સાઓમાં તો ખેત મજૂરો કે ખેડૂતોની જીવનદોરી પણ તૂટી જતી હોય છે. તેના કારણે જગતના તાતનો પરિવાર નિરાધાર બની જતો હોય...
Dwarka Accident

Dwarka Accident: આપણી સામે અવાર-નવાર ખેત ક્ષેત્રે અપૂરતી વ્યવસ્થાને કારણે અનેક જાનહાનિની ઘટનાઓ સામે આવતી હોય છે. તો અમૂક કિસ્સાઓમાં તો ખેત મજૂરો કે ખેડૂતોની જીવનદોરી પણ તૂટી જતી હોય છે. તેના કારણે જગતના તાતનો પરિવાર નિરાધાર બની જતો હોય છે. તો ગુજરાત રાજ્ય સરકારને અનેક વખત લેખિત, મૌખિત અને આંદોલનની રીતે ખાસ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવે તેવી અરજીઓ કરવામાં આવી છે.

હાલમાં, દેશમાં ઉનાળોની ઋતુ હોવાથી મન મૂકીને સૂર્ય આગની વર્ષા ધરતી પર કરી રહ્યો છે. તેને કારણે ગુજરાતમાં આવેલા ગામડાઓમાં જળાશયો સૂકાઈ રહ્યા છે. તો ખેડૂતોને પણ સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ખેડૂતો સરકારના સહારે બેસવા કરતા પોતાની જાતે કૂવા કે જળાશયોનું નિર્માણ કરીને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે.

આ પણ વાંચો: Godhra Lok Sabha Election: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ગોધરા નિવાસીઓને અચૂક મતદાનની કરી અપીલ

કૂવો ખોદતા બે લોકો પથ્થર નીચે દટાયા

તો આવી એક ઘટના દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકના બાકોડી ગામમાં જોવા મળી છે. જોકે આ ઘટનામાં કોઈ મોટા જાનહાનિ
સર્જાઈ નથી. મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં અમૂક ખેડૂતો સિંચાઈ માટે કૂવો ખોદતાં હતા. જોકે આ ખેડૂતોએ આ કૂવો જાત મહેનતે આશરે 15 થી 20 ફૂટ ઊંડો ખોદી કાઠ્યો હતો. પરંતુ આજે ખેડૂતો કૂવામાં બાકીનું કામ પૂરુ કરવા માટે અંદર પડ્યા હતા. ત્યારે ખેડૂતો પથ્થરની વચ્ચે સંજોગોવશાત દટાયા હતા.

આ પણ વાંચો: VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ-શો

વધુ સારવાર માટે ખંભાળિયા લઈ જવામાં આવ્યા

પરંતુ તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિકોની અને તંત્રીની મદદથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. તો તેમને તુરંત સારવાર માટે કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને વ્યક્તિઓને પગને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેથી તેમને વધુ સારવાર માટે ખંભાળિયા લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: SURAT : રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી, 20 લોકો ઇજાગ્રસ્ત

Tags :
DwarkaDwarka AccidentFarmersfarmingGujaratGujaratFirstReservoirvillageWell
Next Article