ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Election 2024 : રાજ્યસભાના 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે

Rajya sabha   : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની ( Rajya sabha  ) ચાર બેઠકો પર ઉમેદવાર ગઇકાલે જાહેરાત કરી હતી. આજે આ ચારેય ઉમેદવારો વિજય મૂહુર્તમાં રાજ્યસભાના સાંસદ માટે ઉમેદવારીપત્ર ભરવા જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ...
11:10 AM Feb 15, 2024 IST | Hiren Dave
Rajya sabha   : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની ( Rajya sabha  ) ચાર બેઠકો પર ઉમેદવાર ગઇકાલે જાહેરાત કરી હતી. આજે આ ચારેય ઉમેદવારો વિજય મૂહુર્તમાં રાજ્યસભાના સાંસદ માટે ઉમેદવારીપત્ર ભરવા જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ...
BJP candidate

Rajya sabha   : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની ( Rajya sabha  ) ચાર બેઠકો પર ઉમેદવાર ગઇકાલે જાહેરાત કરી હતી. આજે આ ચારેય ઉમેદવારો વિજય મૂહુર્તમાં રાજ્યસભાના સાંસદ માટે ઉમેદવારીપત્ર ભરવા જશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિહ પરમારને ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકીટ આપવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવા આ ચારેય ઉમેદવારો જશે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.

 

JP_Nadda

Mayank Nayak

Govind Dholakia

jashvantsinh parmar

ચારેય ઝોન સાચવી લીધા

રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

 

ભાજપ દ્વારા ગઇકાલે ઉમેદવારોનોની જાહેરાત કરી હતી. જેમાં મનસુખ માંડવિયા અને પરસોત્તમ રુપાલાને રિપીટ કરવામાં આવ્યા ન હતા. એવું માનવામાં આવી રહ્યું છેકે આ બન્ને રાજ્યસભાના સાસંદોને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે જે નામોની જાહેરાત કરી તેમાં સૌને ચોંકાવી દીધા હતા. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ત્રણેય ઝોનને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. જેમાં સામાન્ય પરિવારમાંથી લઇને ઉદ્યોગપતિને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપ (BJP)માં જોડાયેલા અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપે (BJP) મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણીને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ ભાજપે (BJP) રાજ્યસભાણી ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

 

આ  પણ  વાંચો  -BJP : રાજ્યસભામાંથી રૂપાલા-માંડવિયા આઉટ, જાણો કોણ છે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJP RAJYA SABHA candidateElection 2024GandhinagarGovind DholakiyaGujaratJashwantsinh ChauhanJP Naddanomination todayRajya sabhRajya sabh Election 2024Rajya Sabhathree BJP candidate
Next Article