ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં બધુ ભવ્ય જ બને છે, પછી એ SOU હોય કે વિશ્વઉમિયાધામઃ CM ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં વિશ્વઉમિયાધામ આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ ગાંધીનગરના રાયસણમાં 11થી 17 જૂન રોજ સાંજે 8 વાગ્યાથી કથાનું રસપાન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભાંરભ ગુજરાત રાજ્યના...
08:45 PM Jun 12, 2023 IST | Hiren Dave
ગાંધીનગરમાં વિશ્વઉમિયાધામ આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ ગાંધીનગરના રાયસણમાં 11થી 17 જૂન રોજ સાંજે 8 વાગ્યાથી કથાનું રસપાન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભાંરભ ગુજરાત રાજ્યના...

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભાંરભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે તેમજ અનંતશ્રી વિભૂષિત દ્રારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્યશ્રી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વચનથી થયો છે.

પ.પુ શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી પ્રથમ દિવસે ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારો એવમ્ રાજ્યભરમાંથી પધારેલા 5 હજારથી વધુ ભાવિભક્તોએ અખંડ બ્રહ્માંડના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપતી ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લીધો. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના રસપાન પહેલા ગાંધીનગરના રાયસણ ખાતે કથાના મુખ્ય યજમાન શ્રી પ્રમુખભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મા ઉમિયાના હજારો ભક્તો જોડાયા હતા.

વિશ્વઉમિયાધામની ભવ્યતા એટલી મોટી હશે કે કોઈ પણ વ્યક્તિ તેના દર્શને જશેઃ CM ભુપેન્દ્રભાઈ પટેલ

આ પ્રસંગે વાત કરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બધુ જ ભવ્ય જ બની રહ્યું છે. પછી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે પણ વિશ્વઉમિયાધામ હોય. વિશ્વઉમિયાધામની ભવ્યતા એટલી વિશાળ હશે કે વિદેશનો કોઈ વ્યક્તિ પણ તેના દર્શન કર્યા વગર નહીં જાય.

વિશ્વઉમિયાધામ મંદિરના 1200થી વધુ પિલ્લરનું કાર્ય પૂર્ણ થયું : શ્રી આર.પી.પટેલ
આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી પટેલ જણાવે છે કે અમદાવાના જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વઉમિયાધામના 1440 પિલ્લર (ધર્મસ્તંભ)માંથી લગભગ 1200થી વધુ પિલ્લરનું કાર્ય સંપન્ન થયું છે.

 

Tags :
CM Bhupendra PatelEverythingGandhinagarGujaratSoUVishwaUmiadham
Next Article