Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં 15 દિવસથી ચાલી આવતી માથાકૂટમાં ખેડૂત યુવાન પર હુમલો

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ  ગોંડલની બીએસએનએલ ઓફિસ પાસે ગઇકાલે સાંજે જુના ડખ્ખાનો ખાર રાખી યુવાન પર કારમાં ધસી આવેલ પાંચ શખ્સોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો...
ગોંડલમાં 15 દિવસથી ચાલી આવતી માથાકૂટમાં ખેડૂત યુવાન પર હુમલો
Advertisement

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

ગોંડલની બીએસએનએલ ઓફિસ પાસે ગઇકાલે સાંજે જુના ડખ્ખાનો ખાર રાખી યુવાન પર કારમાં ધસી આવેલ પાંચ શખ્સોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ કોટડા સાંગાણી રોડ પર રહેતા નરેન્દ્રસિંહ કિરીટભાઇ ડાભી (ઉ.30)એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વોરા કોટડા રોડ પર રહેતા જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા જાડેજા અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

Advertisement

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે 15 દિવસ પહેલા ફરીયાદીના પિતાને આરોપી સાથે માથાકુટ થઇ હોય જેના કારણે બન્ને જુથ વચ્ચે અદાવત ચાલી આવે છે.ગઇકાલે સાંજે ફરીયાદી પોતાનું બાઇક લઇ બીએસએનએલ કચેરી પાસે ઓટા પર બેઠો હતો ત્યારે આરોપીઓ છરી, ધોકા, પાઇપ સાથે ધસી આવી ફરીયાદી પર હુમલો કરી ઇજા કરી ધમકી આપેલ કે હવે પછી તું ગોંડલમાં એકલો મળજે તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી આરોપીઓ નાસી ગયા હતા.આ બનાવ અંગે ગોંડલ પોલીસે યુવાનની ફરીયાદ પરથી ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

આ  પણ   વાંચો -KHEDA : મંત્રી કુંવરજી બાવળિયાએ માતર તાલુકાના કેનાલ અને ઇન્ટેકવેલની મુલાકાત લીધી

Tags :
Advertisement

.

×