Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ઠાલવી નિકાસબંધીનો નોંધાવ્યો વિરોધ ,યોગ્ય કિંમત માટે ચક્કાજામ

રાજ્યભરમાં ડુંગળીની નિકાસ બંધી મુદ્દ ખેડૂતો આક્રમક મૂડમાં આજોવા મળી રહ્યા છે. જ્યાં વિવિધ સ્થાનો પર એક તરફ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં બીજી તરફ રસ્તા પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ લોકો સુધી પહોંચાડી રહ્યા છે...
ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ઠાલવી નિકાસબંધીનો નોંધાવ્યો વિરોધ  યોગ્ય કિંમત માટે ચક્કાજામ
Advertisement
રાજ્યભરમાં ડુંગળીની નિકાસ બંધી મુદ્દ ખેડૂતો આક્રમક મૂડમાં આજોવા મળી રહ્યા છે. જ્યાં વિવિધ સ્થાનો પર એક તરફ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં બીજી તરફ રસ્તા પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ લોકો સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે ગોંડલમાં ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી પ્રદર્શન કર્યું ત્યારે બીજી તફર જેમાં ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર રીતે જોવા મળી શકે છે.

ખેડૂતોએ ગોંડલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી પ્રદર્શન કર્યું છે. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનું શરૂ રાખ્યું છે. એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધ થતા અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી થતી શરૂ થતા ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.  ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર  જોવા મળી રહ્યો છે
Image preview
સરકારે નિકાસ પ્રતિબંધ મૂકતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા રાજી બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. 13 તારીખે રાત્રીના ડુંગળીની આવક શરૂ કરી હતી. 14 તારીખે સવારના ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના 80 હજાર ક્ટાની આવક થવા પામી હતી.
Image preview
ખેડૂતોએ નેશનલ  હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો
હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોનેના મળતા ખેડૂતો એ પોતાની ડુંગળી નેસનલ હાઇવે પર નાખી દીધી હતી. ડુંગળી લઈ ને આવતા તમામ ખેડૂતો હાઇવે પર ઉતર્યા હતા. ત્યાર બાદ હાઇવે પર વાહનો રોકી ને ચકાજામ કર્યો હતો.
Image preview
ડુંગળીના ભાવમાં કડાકો તથા ખેડૂતોમાં ગુસ્સો
ડુંગળીના ભાવમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. યાર્ડમાં આવેલા ખેડૂતોને ડુંગળીના ભાવમાં ગાબડું પડતા ભારોભાર નારાજ થયા છે. ખેડૂતોએ હાઇવે પર સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. એક ખેડૂત તે આંકડો વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરોમાં બજારમાં ડુંગળી પ્રતિ કિલો રૂપિયા 50 થી 60 માં વેચાઈ રહી છે જ્યારે ખેડૂતોને માત્ર પાંચથી દસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. સરકારની ખોટી નીતિને કારણે દલાલો અને કમિશન એજન્ટો કમાઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×