ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Film Producers: રાડો અને નાડીદોષ જેવી ફિલ્મોના પ્રોડ્યુસરે સુરતમાં કરોડો રૂપિયા ચાઉં કર્યા

Film Producers: ગુજરાતી અને અન્ય ભાષામાં રહેલા ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત સહિત મહારાષ્ટ્રમાં ફોર્ડ બદલ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરતમાં એક નકલી કંપની બનાવી રોકાણના નામે લોકો પાસેથી પૈસા ચાઉં કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ...
06:52 PM Apr 21, 2024 IST | Aviraj Bagda
Film Producers: ગુજરાતી અને અન્ય ભાષામાં રહેલા ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત સહિત મહારાષ્ટ્રમાં ફોર્ડ બદલ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરતમાં એક નકલી કંપની બનાવી રોકાણના નામે લોકો પાસેથી પૈસા ચાઉં કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ...
Film Producers, Surat, maharashtra

Film Producers: ગુજરાતી અને અન્ય ભાષામાં રહેલા ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત સહિત મહારાષ્ટ્રમાં ફોર્ડ બદલ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરતમાં એક નકલી કંપની બનાવી રોકાણના નામે લોકો પાસેથી પૈસા ચાઉં કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ફિલ્મ પ્રોડ્સુયર મુન્ના શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી.

Film Producers

મળતી માહિતી મુજબ, સુરતમાં નકલી શુકુલ કંપની બનાવી પોન્ઝી સ્કીમને લઈ લોકો પાસે 4 ટકા વળતર આપવાની લાલચે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. ત્યારે સુરતમાં એક મહિલાએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદન નોંધાવી હતી. ત્યારે પોલીસ કંપની પર દરોડા પાડીને હાજર કર્મચારીઓ સહિત 3 એજન્ટની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Mehsana Congress-BJP: ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં એક સ્ટેજ પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નજરે આવ્યા

મુન્ના શુક્લા વિરુદ્ધ કુલ 3.74 કરોડની ફરિયાદન નોંધાઈ

તે ઉપરાંત મુન્ના શુક્લાની કંપનીએ મહારાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાઓ પર લોકોની સાથે નાણાંને લઈ છેતરપિંડી કરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે શુક્લા કંપની વિરુદ્ધ 46 લોકો સાથે છેતરપિંડી કરવાને લઈ કુલ 3.74 કરોડ રુપિયાનનો કેસ દાખલ કર્યો હતો. જોકે ફિલ્મ પ્રોડ્યુસર મુંબઈ અને ગુજરાતના વિવિધ સ્થળો પર ભાગતો ફરતો હતો.

આ પણ વાંચો: VADODARA : BJP MLA ના પેટ્રોલપંપ પર બબાલ સંદર્ભે ધમકી આપનાર સામે ફરિયાદ

પત્નીના બર્થડેમાં પોલીસે પ્રોડ્યુસરની કરી ધરપકડ

ત્યારે આજરોજ સુરતમાં ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લા પત્નીનો બર્થડે ઉજવવા માટે આવ્યો હતો. આ અંગે સુરત પોલીસને પહેલાથી બાતમી મળી ગઈ હતી. ત્યારે પત્નીના બર્થડે પાર્ટી દરમિયાન સુરત પોલીસે ફિલ્મી રીતે આરોપીની એક વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો. હાલમાં કોર્ટે પોલીસને આરોપીને લઈ 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત કુલ 5 આરોપી સહિત મુખ્ય આરોપી ધનંજય હજુ ફરાર છે.

આ પણ વાંચો: VADODARA : ભાજપના ઉમેદવારોની જીત માટે સમર્થકે આકરી માનતા પૂર્ણ કરી

Tags :
BollywoodcinemaFilmFilm ProducersGujaratGujarat FilmGujaratFirstMaharashtraMovieNadidoshRaadoSurat
Next Article