Ahmedabad : બાપુનગરના મ્યુનિસિપલ એસ્ટેટમાં રૂના ગોડાઉનમાં આગ
અમદાવાદના બાપુનગરના મ્યુનિસિપલ એસ્ટેટમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા જેટલી ગાડીઓ તાત્કાલિક બનાવ સ્થળે રવાના કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક પાસે આવેલા રૂના કારખાનામાં આગ લાગી છે. જેમાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ એટલી ભયાનક હતી કે તેના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
તેમજ ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે હાજર છે. તેમના જણાવ્યા અનુસાર બાપુનગર વિસ્તારમાં સોનારીયા લોક પાસે એક રૂનું ગોડાઉન આવેલું છે. જેમાં બપોરે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં રૂ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આસપાસના લોકો નાસભાગ મચી હતી.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નરોડા ફાયર સ્ટેશન સહિતના ફાયર સ્ટેશનના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયા છે. પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રૂ હોવાથી આગ વધુ ફેલાઈ ગઈ છે હાલમાં આગમાં કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો -VALSAD : ધરમપુરમાં ઘુવડની તસ્કરીનો પર્દાફાશ, બે આરોપીઓ ફરાર