ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padra તાલુકોના કાંઠા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વહીવટી તંત્ર સતત ખડે પગે

અહેવાલ -વિજય માલી- વડોદરા મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદના પગલે નર્મદા ડેમ બાદ કડાણા ડેમ માંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણી ના કારણે પાદરા તાલુકા માંથી પસાર થતી મહી નદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતુર બની નદીના પૂરે ચારે બાજુ...
10:49 PM Sep 19, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિજય માલી- વડોદરા મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદના પગલે નર્મદા ડેમ બાદ કડાણા ડેમ માંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણી ના કારણે પાદરા તાલુકા માંથી પસાર થતી મહી નદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતુર બની નદીના પૂરે ચારે બાજુ...

અહેવાલ -વિજય માલી- વડોદરા

મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદના પગલે નર્મદા ડેમ બાદ કડાણા ડેમ માંથી છોડવામાં આવેલા 10 લાખ ક્યુસેક પાણી ના કારણે પાદરા તાલુકા માંથી પસાર થતી મહી નદી બે કાંઠે વહેતી થઇ ગાંડીતુર બની નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવતા મહી કાંઠે આવેલ પાદરાના ડબકા સહિત લાંભા,સુલતાનપુરા, પાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી લોકોના ઘર અને ખેતરોમાં ઘૂસી જતા તંત્ર દોડતું થયું હતું. અને અસરગ્રસ્તોને તેમના પશુ સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

કુદરતી આફતના સમયે પાદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત સરકારી વહીવટી તંત્ર અસરગ્રસ્તોની પડખે દિવસ રાત ઉભુ રહ્યું હતુ, જે બાદ આજરોજ પૂરના પાણી ઓસરતાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પશુ ચિકિત્સક ને સાથે રાખી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. અનેપરિસ્થિતિનો તાક મેળવી ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્રનેપૂરગ્રસ્ત વિસ્તારોના થયેલ નુકસાનની વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સરકાર ને સુપરત કરવા સૂચન કર્યું હતું.

ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનાલોકો માટે આગામી ત્રણ દિવસ સુધી સવાર સાંજના જમવાની વ્યવસ્થા કરવા સાથે મૂંગા અબોલ પશુઓ માટે પણ સૂકા અને લીલા ઘાસચારાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી...

આ  પણ  વાંચો -BHARUCH : અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા.. ઘરવખરીને પણ મોટું નુકસાન

 

 

Tags :
Coastal AreaMahisagar riverMLA Chaitanya Singh JhalaPadraThe water receded
Next Article