ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Flower Show : અમદાવાદ ફ્લાવર શોના સમાપનની તારીખ લંબાવવામાં આવી

Flower Show : અમદાવાદમાં આયોજીત ફ્લાવર શો (Flower Show) ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યું છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત...
10:14 AM Jan 12, 2024 IST | Hiren Dave
Flower Show : અમદાવાદમાં આયોજીત ફ્લાવર શો (Flower Show) ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યું છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત...
Flower Show

Flower Show : અમદાવાદમાં આયોજીત ફ્લાવર શો (Flower Show) ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યું છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત ફ્લાવર શો (Flower Show) હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે જ લોકો હવે તેની ભરપૂર મઝા માણી શકશે.

આ વિશે તમને જણાવીએ કે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર AMCએ 31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું હતું. આ વચ્ચે રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં હોવાથી છેલ્લા એક સપ્તાહમાં 5 લાખથી લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે જોતાં 31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફલાવર શોને હવે 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

 

એટલું નહીં, ફલાવર શોમાં વધતી જતી ભીડને લઇને AMC એ રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ બુધવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ સૌથી મોટા સ્ટ્રક્ચર માટેનો એવોર્ડ અમદાવાદ ફ્લાવર શોને આપ્યો છે. જે પછી વડાપ્રધાન મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

 


શું છે પ્રવેશ ફી
ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવે છે. ફ્લાવર શોમાં 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા છે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર છે.

 

આ પણ વાંચો - Yuva Divas: ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું…

 

 

Tags :
AhmedabadAhmedabad CorporationAhmedabad Flower showAhmedabad NewsAhmedabad News TodayAMCFLOWER SHOWGujarat Firstpm modiSabarmti Riverfrontઅમદાવાદફલાવર શો
Next Article