Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની ઉંમરે નિધન

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે લીધા તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત પાંચ ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.બે ટર્મ સાંસદ રહી ચૂક્યા...
પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની ઉંમરે નિધન
Advertisement

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે લીધા તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત પાંચ ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ છે.

Advertisement

Advertisement

પશુપાલન અને આદિજાતિના મંત્રી રહી ચૂક્યા છે 

ગ્રામ પંચાયત થી પાલર્મમેન્ટ સુધીની રાજકીય સફર અને 50 વર્ષીય રાજકીય કારકિર્દી ધરાવતા કદાવર નેતા પ્રભાતસિંહ ચૌહાને માંદગી ના કારણે અંતિમ શ્વસ લીધું છે, પ્રભાતસિંહ ચૌહાણ ની વાત કરીએ તો તેઓની સમગ્ર જિલ્લામાં ભારે લોકચાહના હતી, કેટલીક વાર ક્યાંક ને ક્યાંક તેઓ ચર્ચાઓમાં રહેતા હતા, 3 ટર્મ સુધી ગુજરાત રાજ્યના મંત્રી જેમાં તેઓ વન વિભાગ, પશુપાલન અને આદિજાતિના મંત્રી રહી ચૂક્યા હતા, સાથે સાથે પંચમહાલ ના બાહુબલી અને લોક ચાહના ધરાવતા નેતા તરીકે માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાની મુછો અને આગવી અદા થી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણ નું ટૂંકી માંદગી બાદ 83 વર્ષની વયે નિધન થયું છે.

વર્ષ ૧૯૭૪ માં પ્રભાતસિંહ ચૌહાણ રાજકીય કારકિર્દીમાં પ્રવેશ્યા

1975  માં તે મેહલોલ ગ્રામપંચાયત ના સરપંચ બન્યા હતા અને ધીમે ધીમે ભાજપ ના યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વર્ષ 1975-1980 સુધી તેઓ ગોધરા તાલુકા પંચાયત ના સભ્ય તરીકે રહ્યા હતા , વર્ષ 1980 -1990  સુધી પંચમહાલ જીલ્લા પંચાયત ના પણ તેઓ સભ્ય રહ્યા હતા , વર્ષ 1982-1990  અને વર્ષ 1995  –2000  તેઓ બે વખત ગોધરા ના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યાહતા ,વર્ષ 1998 -2002  સુધી ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ ના ડેપ્યુટી મીનીસ્ટર તરીકે રહ્યા હતા , 2004 -2007 સુધી તેઓ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આદિવાસી વિકાસ મંત્રી તરીકે રહ્યા હતા, 2004 માં પણ ગુજરાત સરકાર માં તેઓ એ પશુપાલન મંત્રી તરીકે નું પદ સાંભળ્યું હતું.

2009 માં પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારની પહેલી તક મળી હતી 

ભાજપ પક્ષે પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી ને ધ્યાનમાં લીધી અને 2009 માં પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારની પહેલી તક મળી હતી જેમાં પ્રભાતસિંહ ચૌહાણનો કોંગ્રેસ ના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે પ્રભાતસિંહ ચૌહાણનો 2081 મતથી વિજય થયો હતો . એમ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ની સરપંચ થી સાંસદ સુધીની સફર પૂર્ણ થઇ અને 2009 માં તેઓ ભાજપના પંચમહાલ સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા . તેઓ એ વીતેલા ૫ વર્ષમાં પંચમહાલ જીલ્લાની મોટામાં મોટી કહી શકાય તેવી પાનમ હાઈ લેવલ કેનાલ નું પંચમહાલવાસીઓનું સપનું સાકાર કર્યું તો બીજી તરફ સહકારી ક્ષેત્રે ફડચામાં ગયેલી ધી પંચમહાલ જીલ્લા કો .ઓ .બેંક ને ફરી જીવંત કરી લાખો ખેડૂતો ને આ બેંક થાકી ફરી એક વાર ધિરાણ ની સેવાઓ પૂરી પાડી હતી.

આ  પણ  વાંચો -સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી બસ ડેપોમા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

Tags :
Advertisement

.

×