ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ, વિધાનસભામાં સરકારનો જવાબ

Gandhinagar : આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ છે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 16,554 સ્માર્ટ ક્લાસરૂમ (Smart Classrooms) મંજૂર...
05:08 PM Feb 26, 2024 IST | Vipul Sen
Gandhinagar : આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ છે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 16,554 સ્માર્ટ ક્લાસરૂમ (Smart Classrooms) મંજૂર...

Gandhinagar : આજે વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળામાં હજુ 9,153 ઓરડાંની ઘટ છે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 16,554 સ્માર્ટ ક્લાસરૂમ (Smart Classrooms) મંજૂર કરાયા છે. જે પૈકી માત્ર 5,908 સ્માર્ટ ક્લાસરૂમમાં જ ઈન્સ્ટોલ્શન પૂર્ણ થયું છે.

એક તરફ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા 'ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત' ના સૂત્રોચ્ચાર હેઠળ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની વાતો અને દાવાઓ કરવામાં આવે છે. ત્યારે, બીજી તરફ સ્થિતિ કાંઈ જૂદી હોય તેવી તસવીર સામે આવી રહી છે. વિધાનસભામાં આજે ગીરસોમનાથના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમા (Vimal Chudasama) દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હજુ 9,153 ઓરડાંની ઘટ છે. રાજ્ય સરકારે આગળ કહ્યું કે, 2021-22 માં 4,976 ઓરડાં નવી સરકારે બનાવ્યાં. આ પહેલા સાલ 2020-21 માં 4,966 ઓરડાં બનાવવામાં આવ્યા હતા. જ્યારે, સાલ 2019-20માં 1169 ઓરડાં બનાવાયાં હતાં.

ગૃહમાં (Gandhinagar) કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા (Amit Chavda) દ્વારા શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે માહિતી આપી કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 16,554 સ્માર્ટ ક્લાસરૂમ મંજૂર કરાયા હતા. જે પૈકી 5,908 સ્માર્ટ ક્લાસરૂમમાં જ ઈન્સ્ટોલ્શન પૂર્ણ થયું. જો કે, 10,646 સ્માર્ટ ક્લાસરૂમમાં ઈન્સ્ટોલેશન હજૂ પ્રગતિમાં છે. સરકારે માહિતી આપી કે, કેન્દ્ર સરકારે અનાવર્તક અને આવર્તન ખર્ચ માટે રૂ. 1.58 લાખ પ્રતિ ક્લાસરૂમની ફાળવણી કરી છે.

શિક્ષકોની ભરતી અંગે સરકારે આપી માહિતી

શિક્ષકોની ભરતી અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના (Gulab Singh Rajput) પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય સરકારે કહ્યું કે, રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 796 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2464 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

 

આ પણ વાંચો - Jamnagar : બોરવેલમાં પડેલા બાળકનું 20 દિવસની લાંબી સારવાર બાદ નિધન…ગામમાં શોકનો માહોલ છવાયો…

Tags :
Congress MLAGujaratGujarat FirstGujarat GovernmentGujarati Newslegislative assemblyMLA Amit ChavdaMLA Gulab Singh RajputSmart ClassroomsVimal Chudasama
Next Article