ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : વડસર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, BCCIના સેક્રેટરી રહ્યા ઉપસ્થિત

Gandhinagar : આનંદમ્ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા...
09:37 PM Apr 27, 2024 IST | Hiren Dave
Gandhinagar : આનંદમ્ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા...
Jai Shah

Gandhinagar : આનંદમ્ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર, સેવા ભાવિ સંસ્થાઓ, જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગાંઘીનગરના (Gandhinagar) કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વડસર ગણપતિ મંદિર (Vadsar Ganapati Mandir)ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

BCCIના સેક્રેટરી જય શાહ (Jai Shah)પણ ઉપસ્થિત રહ્યા

આ અવસરે BCCIના સેક્રેટરી જય શાહ (Jai Shah)પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં ભગવાન શ્રીગણેશના દર્શન પણ કર્યા હતા.મતદાન જાગૃતિ કાર્યક્રમમાં હાજર જય શાહે જણાવ્યુ હતું કે વડસરિયા ગણપતિ દાદાના દર્શન કરવાનો લ્હાવો મળ્યો, મારા પિતા પણ અહીં આવ્યા હતા આજે હું આવ્યો છું. દર્શન કરી બહુ સરસ અનુભૂતિ થઈ પરિવાર સાથે ફરી આવીશ. અહી આવ્યો છું ત્યારે હાજર સૌને વિનંતી છે કે ગરમીના દિવસોમાં સવારે 10/30 પહેલા વોટિંગ કરીએ.જય શાહે સવારના પહોરમાં જ સો ટકા મતદાન કરવા લોકોને કરી અપીલ કરી હતી.

મોટી સંખ્યામાં ગ્રામજનોઓ હાજર રહ્યા

આ મતદાન જાગૃતિના કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ્ પરિવારના અનિલ પટેલે કહ્યું કે, કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ્ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો, મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને 'મતદાનનો છે સંકલ્પ 100 ટકા મતદાનનો અભિગમ'ના સૂત્રને પણ સાર્થક કરવામાં આવ્યું હતું તથા મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

આ પણ વાંચો - Dwarka Accident: સરકારનું કામ ગામ લોકોએ હાથ ધર્યું અને બે લોકો કૂવામાં મોતને….

આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ-શો

આ પણ વાંચો - Dwarka Lok Sabha Election: બીચના દિવાનાઓ માટે ચૂંટણી પંચે જાહેર કરી અનોખી સ્કીમ

Tags :
BCCI Secretary Jai ShahGandhinagarKalol TalukVadsar Ganapati MandirVoting Program
Next Article