ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gift City : ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીનું પર્સ ચોરી ATMમાંથી રૂ.1.30 લાખ ઉપાડનારા બે ઝડપાયા

ગિફ્ટ સિટીમાં (Gift City) ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં એક વેપારીનું પર્સ ચોરાઈ ગયું હતું. આ કેસમાં પોલીસે ફરિયાદ બાદ ગઠિયાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે પોલીસને સફળતા મળી છે. ઝોન 6 LCB એ આ કેસમાં બે...
04:29 PM Feb 09, 2024 IST | Vipul Sen
ગિફ્ટ સિટીમાં (Gift City) ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં એક વેપારીનું પર્સ ચોરાઈ ગયું હતું. આ કેસમાં પોલીસે ફરિયાદ બાદ ગઠિયાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે પોલીસને સફળતા મળી છે. ઝોન 6 LCB એ આ કેસમાં બે...

ગિફ્ટ સિટીમાં (Gift City) ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં એક વેપારીનું પર્સ ચોરાઈ ગયું હતું. આ કેસમાં પોલીસે ફરિયાદ બાદ ગઠિયાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે પોલીસને સફળતા મળી છે. ઝોન 6 LCB એ આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 50 હજાર અને 3 મોબાઈલ ફોન કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગિફ્ટ સિટીમાં (Gift City) ફૂડ કોર્ટના (Food Court) ઓપનિંગ કાર્યક્રમમાં એક વેપારીનું પર્સ ચોરાઈ ગયું હતું, જે અંગેની ફરિયાદ ઝોન 6 પોલીસ સ્ટેશનમાં (Zone 6 Police Station) નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમીના આધારે ઝોન 6 LCB એ બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, બંને આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર ઉદ્ઘાટન વાળી જગ્યા પર વોચ રાખતા હતા. દરમિયાન તેમને ગિફ્ટ સિટીમાં ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમની જાણ થતા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પર્સની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પર્સમાં ATM કાર્ડ સાથે પાસવર્ડ પણ મળી આવતા આરોપીઓએ ATM માંથી રૂ. 1.30 લાખની રોકડની ઉઠાંતરી કરી હતી.

અગાઉ પણ પાસા હેઠળ અટક કરાઈ હતી

આરોપીઓની પૂછપરછમાં તેમની ઓળખ ઈરફાન ઉર્ફે ભુરયો મલેક અને સરફરાઝ અન્સારી તરીકે થઈ છે. બંને આરોપીની અગાઉ પણ પાસા હેઠળ અટક કરવામાં આવી હતી. આરોપીઓ અમદાવાદના (Ahmedabad) અલગ-અલગ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ડિવિઝનના DYSP પ્રદીપસિંહ જાડેજા ( DYSP Pradipsinh Jadeja) દ્વારા પોતાના પર્સમાં કોઈ પણ પ્રકારના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના પાસવર્ડના રાખવા અંગે લોકોને અપીલ કરાઈ છે.

 

આ પણ વાંચો - Gujarat High Court : GPSC ની જાતીય અસંવેદનશીલતાનો મામલો, કોર્ટે મહિલાની અરજી માન્ય રાખી

Tags :
AhmedabadDYSP Pradipsinh Jadejafood courtGandhinagarGift CityGujarat FirstGujarati NewsZone 6 LCBZone 6 Police Station
Next Article