ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: નાગરિક સહકારી બેંકમાં રૂ. 6 કરોડનું વધુ એક જમીન કૌભાંડ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ    ગોંડલ નાગરિક બેન્કનુ હાલનુ બિલ્ડીંગ કાર્યરત હોવા છતા કોલેજ ચોક મા નવુ બિલ્ડીંગ ખરીદી બેંક બનાવવા અને જમીન ના ભાવ મા ગોલમાલ કરી 6 કરોડ નુ કૌભાંડ કરવા બેંક ના ડીરેકટરો દ્વારા હિલચાલ ના આક્ષેપ...
03:17 PM Aug 01, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ    ગોંડલ નાગરિક બેન્કનુ હાલનુ બિલ્ડીંગ કાર્યરત હોવા છતા કોલેજ ચોક મા નવુ બિલ્ડીંગ ખરીદી બેંક બનાવવા અને જમીન ના ભાવ મા ગોલમાલ કરી 6 કરોડ નુ કૌભાંડ કરવા બેંક ના ડીરેકટરો દ્વારા હિલચાલ ના આક્ષેપ...

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

 

ગોંડલ નાગરિક બેન્કનુ હાલનુ બિલ્ડીંગ કાર્યરત હોવા છતા કોલેજ ચોક મા નવુ બિલ્ડીંગ ખરીદી બેંક બનાવવા અને જમીન ના ભાવ મા ગોલમાલ કરી 6 કરોડ નુ કૌભાંડ કરવા બેંક ના ડીરેકટરો દ્વારા હિલચાલ ના આક્ષેપ સાથે ગોંડલ ના જાગૃત નાગરિક અને બેંક ના સભાસદ સુરેશભાઈ આણંદભાઈ ભટ્ટી એ રાજકોટ બોર્ડ ઓફ નોમીની કોર્ટ મા પુરાવા સાથે દાવો દાખલ કરતા આગામી તા.10 ઓગસ્ટ ના સુનવણી હાથ ધરાઇ છે.બીજી બાજુ આવા કોઈ પણ વ્યવહાર થયા નથી તેવુ બેંક દ્વારા જણાવાયુ હતુ.

સાંસદ રમેશભાઈ ધડુક તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા જેમા ડીરેકટર છે તેવી નાગરિક સહકારી બેંક માં આર્થિક કૌભાંડ અંગે લવાદ કોર્ટ મા સુરેશભાઈ આણંદભાઈ ભટ્ટી દ્વારા અપાયેલી અરજી મા જણાવાયુ કે નાગરિક બેંક દ્વારા શહેર ના કોલેજચોકમાં 6 કરોડ ના ખર્ચે નવુ બિલ્ડીંગ ખરીદ થનાર છે.બેંક પાસે હાલ માંડવીચોક નુ અધ્યતન બિલ્ડીંગ કાર્યરત છે તેમા તાજેતર મા લાખો ના ખર્ચે રિનોવેશન કરાયુ છે.

આ બિલ્ડિંગ બેંક ના કામકાજ અને વ્યવહારો માટે પર્યાપ્ત હોવા છતા નવી બિલ્ડીંગ ખરીદ કરી બેંક ના મેનેજર તથા ડીરેકટરો બેંક સભાસદો તથા બેંક ને મોટુ નુકસાન કરી પોતાના ખિસ્સા ભરવા કારસો કરી રહ્યા છે.નવા બિલ્ડીંગ માટે કોલેજચોક વિસ્તારમા 6 કરોડ ના ખર્ચે જમીન ખરીદ કરવામાં આવી રહીછે.1200 વાર જમીન રુ.35000 ના ભાવે ખરીદ કરવા વાટાઘાટો થઈ રહીછે.વાસ્તવ મા આ વિસ્તાર મા એક વિસ્તાર મા વાર નો ભાવ રૂ.25000 ચાલી રહ્યો છે.

 

સુરેશભાઈ ભટ્ટી દ્વારા જમીન માલિક યોગેશકુમાર બાવીસી, બેંકના જનરલ મેનેજર દિલીપભાઈ ભટ્ટ,ડીરેકટરો અશોકભાઈ પીપળીયા,ડો.પ્રમોદભાઈ પટેલ,સાંસદ રમેશભાઈ ધડુક,પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા સહિત તમામ ડીરેકટરો સામે આ મુદે દાવો દાખલ કરાતા દાવાની સુનવણી આગામી તા.૧૦ ઓગસ્ટ ના રખાઇ છે. બીજી બાજુ નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ જણાવ્યુ કે રજુઆત પાયા વિહોણી છે.બેંક દ્વારા નવા બિલ્ડીંગ અંગે કોઈ પણ જાત ના વ્યવહાર કરાયા નથી કે કોઈ રકમ ની સુથી અપાઇ નથી.ત્યારે ભ્રષ્ટાચાર નો કોઈ સવાલ ઉભો થતો નથી.

આ પણ  વાંચો-SURAT : ગત વર્ષની સરખામણીએ રોગચાળાના આંકડામાં વધારો, જુઓ આંકડા

Tags :
Buy a new buildingChairmanCitizens BankGonalLand scam
Next Article