ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : 100 વર્ષ જૂની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી, કોન્ટ્રાક્ટરને ફટકારાઈ નોટિસ

ગોંડલમાં (Gondal) ભગવતપરાં વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દીવાલનો કેટલોક ભાગ ઘસી પડ્યો હતો. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી હતી. ફૂટપાથ બેસી જતા...
07:39 PM Jun 27, 2024 IST | Vipul Sen
ગોંડલમાં (Gondal) ભગવતપરાં વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દીવાલનો કેટલોક ભાગ ઘસી પડ્યો હતો. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી હતી. ફૂટપાથ બેસી જતા...

ગોંડલમાં (Gondal) ભગવતપરાં વિસ્તારમાં ગોંડલી નદી પર આવેલી પૂર સંરક્ષણ દીવાલનો કેટલોક ભાગ ઘસી પડ્યો હતો. ભારે વરસાદની કારણે પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો હતો. બે ટુકડામાં 110 મીટરની પારાપેટ વોલ તૂટી જવા પામી હતી. ફૂટપાથ બેસી જતા વીજ પોલ પર પણ અસર થઈ હતી. હાલ, મોવિયા ચોકડીથી (Movia Chowk) સિવિલ હોસ્પિટલ માંધાતા સર્કલ સુધીનો રોડ ભારે વાહન અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. શિવરાજગઢના શ્રી કન્સ્ટ્રકશનને (Shree Construction Agency) સમયસર કામ ચાલુ કરવા માટે નગરપાલિકાએ નોટિસ પણ પાઠવી હતી.

વીજ પોલ ઝૂકી જતાં લોકોનો જીવ તાળવે ચોંટ્યો

વીજ પ્રવાહથી ચાલુ વીજ પોલ ઝૂકી ગયા હતા. વીજ પોલ ઝૂકી જતાં લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ચાલુ વીજ પોલ પડી જતા મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. જો કે, સદનસીબે વીજ પોલ ન પડતા મોટી જાનહાનિ અટકી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકા અને PGVCL તંત્ર ઘટના સ્થળે પોહચ્યું હતું. મોટી જાનહાનિ થવા પામી ન હતી.

વરસાદી પાણીના પ્રવાહમાં દીવાલનો કેટલો ભાગ તૂટી પડ્યો

ગોંડલ (Gondal) ભગવતપરા નદી કાંઠાની દીવાલ (Bhagwatpara river bank wall) જુદી-જુદી 2 જગ્યાએ અંદાજિત 110 મીટરની ધસી છે. આ દીવાલ રાજાશાહી વખતની આશરે 100 વર્ષ જૂની હતી. આ દીવાલોમાં સમયાંતરે મરામત અને નિભાવણી કરવાની થતી હોય છે. આ દીવાલમાંથી નદી સાઈડમાં ઊગી નીકળેલ વેજિટેશનને દૂર કરી પ્લાસ્ટર કરવાની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ પર નદી સાઈડમાં રેલિંગ-પારાપેટ જૂની જર્જરિત તૂટી ગયું હતું. આ સમગ્ર કામ માટે 15 માં નાણાંપંચમાંથી કામ કરવા અંદાજે 650 મી. લંબાઈ માટે રૂ. 85.94 લાખના ખર્ચે શ્રી કન્સ્ટ્રકશન (Shree Construction Agency), શિવરાજગઢને 13 માર્ચ 2024 થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. શ્રી કન્સ્ટ્રકશન એજન્સીએ કામ શરૂ ન કરતા નગરપાલિકાએ નોટિસ પાઠવી હતી. આ કામગીરીમાં હોય દરમિયાન ભારે વરસાદ આવતા દીવાલ ધસી પડેલ છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Chhotaudepur : પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ CM ની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇસ મુલાકાત, કરી આ ટકોર

આ પણ વાંચો - Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?

આ પણ વાંચો - Surat : BRTS બસના કંડક્ટરને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારતા મુસાફરનો Video વાઇરલ, MLA કહી આ વાત

Tags :
BhagwatparaCivil Hospital Mandhata CircleGondalGondal Bhagwatpara river bank wallGondal Municipal CorporationGujarat FirstGujarati NewsMovia ChowkPGVCL systemRainlRAJKOTShree Construction Agency
Next Article