ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondl: ગોંડલ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જીલ્લા રમત વિકાસ અધિકારી રાજકોટ અને એશિયાટીક એન્જી. કોલેજ દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં 500  મીટર દોડ, 800 મીટર દોડ, 400 મીટર દોડ, 100  મીટર દોડ, રિલેદોડ, ગોળાફેક, બરછીફેક, ચક્રફેક, ભાલાફેક, ઉચીકુદ, લાંબીકૂદ સહિતની મેજર એથ્લેટિક ગેમની...
04:00 PM Aug 28, 2023 IST | Hiren Dave
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જીલ્લા રમત વિકાસ અધિકારી રાજકોટ અને એશિયાટીક એન્જી. કોલેજ દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં 500  મીટર દોડ, 800 મીટર દોડ, 400 મીટર દોડ, 100  મીટર દોડ, રિલેદોડ, ગોળાફેક, બરછીફેક, ચક્રફેક, ભાલાફેક, ઉચીકુદ, લાંબીકૂદ સહિતની મેજર એથ્લેટિક ગેમની...

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જીલ્લા રમત વિકાસ અધિકારી રાજકોટ અને એશિયાટીક એન્જી. કોલેજ દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં 500  મીટર દોડ, 800 મીટર દોડ, 400 મીટર દોડ, 100  મીટર દોડ, રિલેદોડ, ગોળાફેક, બરછીફેક, ચક્રફેક, ભાલાફેક, ઉચીકુદ, લાંબીકૂદ સહિતની મેજર એથ્લેટિક ગેમની સ્પર્ધા યોજાયેલ જેમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકાની તાલુકા કક્ષાએ યોજાયેલ એથ્લેટિક સ્પર્ધામાં વિજેતા બનેલ ખેલાડીઓએ ભાગ લીધેલ.

 

જિલ્લાની 68 સ્કૂલના750 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આ સ્પર્ધામાં જીલ્લાની કુલ 68 સ્કૂલના વિદ્યાર્થીઓ સ્પર્ધકો બનેલ જેમાં ઉપરોક્ત તમામ રમતોમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વિભાગમાં આ સ્પર્ધા યોજાયેલ છે. જેમાં ભાઈઓ અને બહેનો બંને વિભાગમાં કુલ 750 સ્પર્ધકોએ પોતપોતાના કોચના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત રમતોમાં ભાગ લઈ પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરેલ છે.

એથ્લેટીક સ્પર્ધાનું પ્રતીક મશાલ અર્પણ કરી સ્પર્ધાની શરૂઆત કરી

રાજકોટ જીલ્લાના રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડવા આ ઓલમ્પિક એથ્લેટિકની માફક જ કરવામાં આવેલ જેની ઓપનિંગ સેરેમની એશિયાટીક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવાના હસ્તે કરવામાં આવેલ. તેઓએ આ પ્રસંગે રમત અને સ્પર્ધાથી થતાં વિદ્યાર્થીમાં સર્વાંગી વિકાસ અને સ્પર્ધામાં જીત મેળવવા માટે મળતી વિપુણતાથી ભાવિ જીવનમાં સફળ થવામાં તે કઈ રીતે વધુ ઉપયોગી થાય તે અંગે વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન આપેલ તથા ગોપાલભાઈની સાથે ઉપસ્થિત મહાનુભવો મનસુખભાઇ સખીયા, જિગરભાઈ સાટોડીયા, કિશનભાઈ ઠૂમર, અખિલેશભાઈ ત્રિવેદી, જીલ્લા રમત ગમત કન્વીનર વાય.સી.પ્રજાપતિ, મહાદેવભાઇ પવાર, રાજકોટ જીલ્લા વ્યાયામસંઘના મહામંત્રી એન.જે.ગોસરા એથ્લેટિક કોચ જયપાલસિંહ જાડેજા, એશિયાટીક કેમ્પસના સ્પોર્ટ્સ ઇન્ચાર્જ ઋષિભાઇ દવે, તથા હિરેનભાઇ ભાલોડીયા, અમિતભાઈ કોઠારી, દીપભાઈ સાકરીયા સર્વેએ દરેક રમત સ્પર્ધા દીઠ વિદ્યાર્થી સ્પર્ધકોને ઓલમ્પિક એથ્લેટિકની પ્રતીક એવી મશાલ અર્પણ કરીને દરેક રમત સ્પર્ધાનું ક્લેપિંગ કરાવીને સ્પર્ધાઓની શરૂઆત કરાવેલ.

વિજેતા સ્પર્ધક આગળ તે સ્પર્ધામાં રાજ્યકક્ષાએ રમશે

આ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધક વિદ્યાર્થીઓ જે તે સ્પર્ધાની રાજ્યકક્ષાની ઓલમ્પિક સ્પર્ધામાં રમશે અને સમગ્ર ગુજરાત કક્ષાની આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમના દીપપ્રાગટયા વખતે સંખવાદ કરીને વિદ્યાર્થીઓમાં દિવ્ય ચેતનાનો સંચાર કરવામાં આવ્યો હતો. રમતવીર સ્પર્ધકો માટે એશિયાટીક કેમ્પસ તરફથી ગ્લુકોઝ અને લીંબુ સરબત ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. તા. ૨૯ ઓગષ્ટના રોજ પણ આ એથ્લેટિક સ્પર્ધા આગળ ચાલવાની છે જેમાં ઉપરોક્ત વયજુથની બહેનો જીલ્લા કક્ષાએ વિજેતા બનવા રમનાર છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થી સ્પર્ધકો દ્વારા રમાતી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન જોઈ ઉપસ્થિતિ સૌ કોઈને એવું પ્રતીત થયેલ કે ભગવત ભૂમિ ગોંડલની એશિયાટીક કોલેજ પ્રાંગણમાં યોજાયેલ આ સ્પર્ધા દ્વારા ગુજરાત રાજયને ભવિષ્યમાં ઉત્કૃષ્ટ રમતવીરો મળશે.

આ પણ  વાંચો -સુરતનો આ બાળક ઘોડેસવારી કરીને શાળાએ જાય છે..વાંચો અહેવાલ..!

 

Tags :
Asiatic CollegeAthletics competitionDistrict levelGondal
Next Article