ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : નવનિર્મિત પોલિસ કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ની નવનિર્મિત સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું હતું, અને મિયાવાકી વાન ખાતે વૃક્ષારોપણ કરી પરેડ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને સ્મારક...
01:43 PM Sep 02, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ની નવનિર્મિત સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું હતું, અને મિયાવાકી વાન ખાતે વૃક્ષારોપણ કરી પરેડ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને સ્મારક...

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ની નવનિર્મિત સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું હતું, અને મિયાવાકી વાન ખાતે વૃક્ષારોપણ કરી પરેડ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને સ્મારક વનનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃરહાજયમંત્રી હર્ષ સંઘવીના આગમન સમયે નવનિર્મિત પોલિસ કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. બાલિકાઓના કુમકુમ તિલક બાદ મંત્રી સંઘવીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ. ૩ કરોડ ૯૬ લાખના ખર્ચે ૨૭૬૭.૪૨ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ સેનાપતિ કચેરીના તમામ ખંડો અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અને જરૂરી સૂચનો કર્યા હતા.

 

 

મંત્રીએ કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. મિયાંવાકી વન અને શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ સુવિધા ધરાવતી હાલમાં નવું સંસ્કરણ પામેલી લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.

ગૃહરાજયમંત્રી સંઘવીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પાંચાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલ મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. આ મિયાવાકી વનમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી પાંચાણી ફાઉન્ડેશને ઉપાડી છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, નગરપાલિકાના કારોબારી સમિતિના પ્રમુખ ઓમદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, ગોંડલ સહકારી બેંકના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, અગ્રણી રીનાબેન ભોજાણી, બાવભાઈ ટોળીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, રેન્જ આઇ.જી. અશોક યાદવ, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ પ્રફુલભાઈ વાણિયા, પ્રાંત અધિકારી રાજેશભાઈ આલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરા, ગોંડલ ડીવાય.એસ.પી. કે.જી. ઝાલા, પાંચાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ પાંચાણી, પોલિસ જવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આ પણ વાંચો-સાળંગપુર વિભાગ મામલે ભીમનાથ મહાદેવના મહંતનું નિવેદન

 

Tags :
Forest monitoringGondalHome Minister Harsh SanghviManual launchNewly constructed police building
Next Article