Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા આ જાણીતા નેતાએ પાર્ટીથી છેડો ફાડ્યો, આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) સતત નવાજૂની જોવા મળી રહી છે. પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મોરબીના...
gujarat congress   લોકસભાની ચૂંટણી પહેલા આ જાણીતા નેતાએ પાર્ટીથી છેડો ફાડ્યો  આપ્યું રાજીનામું
Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) સતત નવાજૂની જોવા મળી રહી છે. પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મોરબીના (Morbi) પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતી જેરાજભાઈ પટેલે ( Jayanti Jerajbhai Patel) રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે, જયંતી પટેલે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપી છે.

જયંતી જેરાજભાઈ પટેલે

Advertisement

સાત વખત મોરબી માળીયા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) વધુ એક ઝાટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ પાર્ટીને 'બાય બાય કહ્યું છે. માહિતી મુજબ, મોરબીના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતી જેરાજભાઈ પટેલે ( Jayanti Jerajbhai Patel) રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી જયંતીભાઈ કોંગ્રેસમાં રહી પાર્ટીને આગળ ધપાવવા માટે કામ કરતા હતા. જયંતીભાઈ કોંગ્રેસ પક્ષમાંથી સાત વખત મોરબી માળીયા વિધાનસભા બેઠક (Morbi Maliya assembly seat) પર ચૂંટણી લડી ચૂક્યા છે. જયંતીભાઈ પટેલને કોંગ્રેસના ચુસ્ત અને આગ્રહી આગેવાનમાં ગણવામાં આવે છે. પરંતુ, થોડા દિવસો પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષ પલટો કરવાની ટેવવાળા કિશોર ચોખલિયાની (Kishore Chokhlia) નિમણૂક થતા કોંગ્રેસમાં એક જૂથે બળવો કર્યો હતો. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલને (Shakitsinh Gohil) જયંતીભાઈ પટેલે સત્તાવાર રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Jamnagar : સવા કિમીનો રોડ શૉ કરી જનતાનું અભિવાદન ઝીલશે PM મોદી, 6 સ્ટેજ, 9 બ્લોક બનાવાયાં

Tags :
Advertisement

.

×