High court: ગુજરાત હાઈકોર્ટે પિતાની અરજી ફગાવી પૂર્વ પત્ની વિરુદ્ધ
હાઈકોર્ટમાં પિતા અને માતા વચ્ચે લડાઈ
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક પિતાની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં તેની પૂર્વ પત્નીથી જન્મેલ બાળક અને પાસપોર્ટ પર અટક અને માતાને નામને લઈને કરવામાં આવી હતી.વડોદરાના શિક્ષક અને હાલમાં ગાંધીનગરમાં ફરજ પર રહેલા આવકવેરા અધિકારી 2013માં તેમની પુત્રીના જન્મ પછી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતાં. તે પછી હવે પતિ પત્ની પોતાની પુત્રીની કસ્ટડી માટે હાઈકોર્ટમાં આમને સામને લડી રહ્યાં છે.
હાઈકોર્ટમાં પિતાની અરજી માતની મક્કમતા સામે ફગાવી દેવાઈ
જો કે લડાઈ દરમિયાન માતા દ્વારા પુત્રીના પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પાસપોર્ટ ઑફિસમાંથી બાળકીના પિતાની સંમતિ માંગવામાં આવી હતી. ત્યારે પિતાએ મંજૂરી તો આપી હતી, પરંતુ ત્યારે એક શરત મૂકી હતી કે... પાસપોર્ટ પર તેની માતાની અટક અને તેની માતાનું નામ દાખલ થવું જોઈએ નહીં.
ત્યારે માતા દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તે પછી જસ્ટિસે પાસપોર્ટ અધિકારીઓને કહ્યું કે બાળકીના માતા દ્વારા રજૂ કરવામાં આવેલ ઓળખના દસ્તાવેજોના આધારે બાળકીને તેની માતાના નામે પાસપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તે ઉપરાંત તેની પ્રથમ અટક પણ તેની માતાની રાખવાનો આદેશ જાહેર કર્યો. આ કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં પાસપોર્ટ ઓફિસને બાળકીની માતાને તેના વાલી માનીને તેને પાસપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત પિતાની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી જેમાં તેણે અટક અંગે પોતાની શરતો મૂકી હતી.
આ પણ વાંચો: સફેદ રણમાં સ્વર્ગાનુભૂતિ કરાવતો ઊત્સવ-રણોત્સવ