ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat High Court માં મોટી ભરતી, 1.42 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવવાની તક

Gujarat High Court : સરકારી નોકરીની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે કેન્દ્ર સરકારમાં નોકરી કરવાની તક આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સ્ટેનોગ્રાફરની 244 (Stenographer) અને ટ્રાન્સલેટરની 16  (translator) પોસ્ટ માટે ભરતીની જાહેરાત (Recruitment) કરવામાં આવી છે....
01:55 PM May 08, 2024 IST | KRUTARTH JOSHI
Gujarat High Court : સરકારી નોકરીની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે કેન્દ્ર સરકારમાં નોકરી કરવાની તક આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સ્ટેનોગ્રાફરની 244 (Stenographer) અને ટ્રાન્સલેટરની 16  (translator) પોસ્ટ માટે ભરતીની જાહેરાત (Recruitment) કરવામાં આવી છે....
Gujarat High Court

Gujarat High Court : સરકારી નોકરીની (Government Exam) તૈયારી કરી રહેલા યુવાનો માટે કેન્દ્ર સરકારમાં નોકરી કરવાની તક આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સ્ટેનોગ્રાફરની 244 (Stenographer) અને ટ્રાન્સલેટરની 16  (translator) પોસ્ટ માટે ભરતીની જાહેરાત (Recruitment) કરવામાં આવી છે. જેમાં ખુબ જ સારો પગાર પણ ગુજરાત હાઇકોર્ટ ઓફર કરી રહી છે.

Gujarat High Court Recruitment : સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા યુવાનોને ચૂંટણીના કારણે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. જો કે દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ક્લાસ-2 અને ક્લાસ-3 ની આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા છઠ્ઠી મેથી જ શરૂ થઇ ચુકી છે. ઉમેદવારો 26 મે સુધી ફોર્મ ભરી શકશે. જે ઉમેદવારો ફોર્મ કરવા ઇચ્છતા હોય તેઓ આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકશે.

https://hc-ojas.gujarat.gov.in/

સ્ટેનોગ્રાફર માટે શું લાયકાત અને વયમર્યાદા છે?

હાઇકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (ક્લાસ-2) પર ભરતી માટે ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષની છે. ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઇએ. કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન પણ જરૂરી છે. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં ટાઇપિંગમાં 12 વર્ડ પર મિનિટ હોવી જોઇએ. જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3) માયે વયમર્યાદા પર 21 થી 35 વર્ષ સુધીની છે. ઉમેદવાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઇએ અને અંગ્રેજીમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ સાથે કોમ્પ્યુટરનું સામાન્યજ્ઞાન હોવું જરૂરી છે.

ટ્રાન્સલેટર માટે શું છે લાયકાત અને વયમર્યાદા

ટ્રાન્સલેટરની પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા 18 થી 35 વર્ષ હોવી જોઇએ. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટિમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત સરકાર માન્ય કોમ્પ્યુટરના જ્ઞાનનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.અંગ્રેજી તથા ગુજરાતીનું સારુ જ્ઞાન હોવું પણ જરૂરી છે.

ઉમેદવારોને કેટલી ફી ભરવાની રહેશે?

અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1500 રૂપિયા અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોની 700 રૂપિયા ફી નિશ્ચિત કરવામાં આવી છે.

શું રહેશે પરીક્ષાની પદ્ધતી?

ગુજરાત હાઇકોર્ટમાં બહાર પડેલી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 100 માર્કની એલિમેનેશન ટેસ્ટ લેવાશે. ત્યાર બાદ 70 માર્કની સ્ટેનોગ્રાફી અને સ્કીલ ટેસ્ટ લેવાશે અને 30 માર્કની Viva વોઇસ ટેસ્ટ લેવામાં આવશે. આ ત્રણેયના કમ્બાઇન મેરિટના આધારે સ્ટેનોગ્રાફરની ભરતી કરવામાં આવશે.

ટ્રાન્સલેટરની પોસ્ટ માટે 100 માર્કની MCQ પરીક્ષા લેવાશે, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ અને 50 માર્કની વાઇવા-વોઇસ ટેસ્ટ લેવામાં આવશે. તેના આધારે તૈયાર થયેલા મેરિટના આધારે ટ્રાન્સલેટરની ભરતી કરવામાં આવશે. પોસ્ટ માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પે બેન્ડ આપવામાં આવશે. જેમાં 1.42 લાખ રૂપિયા સુધીના પગારની વ્યવસ્થા કરવામાં આવશે.

 

Tags :
Government ExamGovernment Job's RecruitmentGovernment JobsGujarat FirstGujarat High CourtGujarat High Court JobsGujarati High Court RecruitmentGujarati NewsGujarati Samacharjobslatest newsSpeed NewsStenographer recruitmenttranslator RecruitmentTrending News
Next Article