ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લો બોલો ! ભરઉનાળે સરકારે કર્મચારીઓને આપ્યો ઓછુ પાણી પીવાનો આદેશ

GUJARAT : ગુજરાત (GUJARAT) માં રેકોર્ડ બ્રેક ગરમી (HOT SUMMER) પડી રહી છે, ત્યારે પાણી મુદ્દે અચરજ પમાડે તેવો વિવાદીત પરિપત્ર મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એક મહિનામાં માત્ર 15 જગ પાણી મંગાવી શકાશે તેમ જણાવવામાં...
06:40 PM May 24, 2024 IST | PARTH PANDYA
GUJARAT : ગુજરાત (GUJARAT) માં રેકોર્ડ બ્રેક ગરમી (HOT SUMMER) પડી રહી છે, ત્યારે પાણી મુદ્દે અચરજ પમાડે તેવો વિવાદીત પરિપત્ર મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એક મહિનામાં માત્ર 15 જગ પાણી મંગાવી શકાશે તેમ જણાવવામાં...
REPRESENTATIVE IMAGE

GUJARAT : ગુજરાત (GUJARAT) માં રેકોર્ડ બ્રેક ગરમી (HOT SUMMER) પડી રહી છે, ત્યારે પાણી મુદ્દે અચરજ પમાડે તેવો વિવાદીત પરિપત્ર મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં એક મહિનામાં માત્ર 15 જગ પાણી મંગાવી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે. હીટવેવ વચ્ચે જ્યારે તબિબો દ્વારા લોકોને વધુમાં વધુ પાણી પીવા માટે જણાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા તેનાથી વિપરીત પરિપત્ર કરવામાં આવ્યો છે. આ વિવાદીત પરિપત્ર હાલ તો નારી અદાલતમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

તરસ છીપાય તે માટે જલસેવા

ગુજરાતમાં આ વર્ષે ગરમીએ જુના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવ્યા છે. બપોરના સમયે તો લોકોનું ઘર-ઓફિસની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ હીટવેવ સંબંધિત અસરથી બચવા માટે પુષ્કળ પાણી પીવા પર ભાર મુકવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળામાં લોકોની તરસ છીપાય તે માટે જલસેવા શરૂ કરતા હોય છે. આ બધા વચ્ચે નારી અદાલતોમાં પીવાના પાણીની મર્યાદા બાંધી દેવામાં આવી હોવાની વાત સપાટી પર આવવા પામી છે.

જિલ્લા-તાલુકાના કો-ઓર્ડિનેટરને જાણ

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં એક મહિનામાં માત્ર 15 જગ પાણી જ મંગાવી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે. સાથે જ સાફ-સફાઇ અને ટીડીએસના મુદ્દાનો પણ પત્રમાં ઉલ્લેખ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પત્ર મારફતે જિલ્લા-તાલુકાના કો-ઓર્ડિનેટરને જાણ કરવામાં આવી છે. ખર્ચ મર્યાદા નક્કી કરવા માટેના પગલા લેવા જતા તંત્રનું પાણી મપાઇ ગયું હોય તેવું હાલ લાગી રહ્યું છે.

કર્મીઓ વચ્ચે ભારે ચર્ચાનો વિષય

જિલ્લા કક્ષાએ સાફ-સફાઇ માટે રૂ. 800 ના ખર્ચની છુટ આપવામાં આવી છે. તો તાલુકા કક્ષાએ સાફસફાઇ માટે રૂ. 600 ની મર્યાના નિયત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ પાણી ખર્ચ પર મર્યાદા નક્કી કરવાની વાત નારી અદાલતમાં કામ કરતા કર્મીઓ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદીત પરિપત્ર બાદ પીવાના પાણીની પણ કર્મચારીઓએ જાતે જ વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતી સર્જાય તો નવાઇ નહિ.

આ પણ વાંચો -- Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાતા યુનિટ સીલ કરાયું

Tags :
ayogcontroversyGujaratjugLatterlimitedmahilamemberoversparkedwater
Next Article