ST નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,વાંચો અહેવાલ
- ST નિગમના કર્મચારીઓને રાહત
- ફિક્સ પગારકર્મીઓ માટે મોટા સમાચાર
- 30 ટકા પગાર વધારાની મંજૂરી
- નાણાં વિભાગે મંજૂરી આપી
- વહેલી તકે અમલવારી કરાશે
રાજ્ય સરકાર દ્વારા ST નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. તેમજ નાણા વિભાગ દ્વારા ફિક્સ પગારના મંજૂરી માટે મોક્લવામાં આવ્યું છે.
આ અંગે નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે.
આ સાથે જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.
આ પણ વાંચો -અમદાવાદામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, નવા 10 કેસ નોંધાયા


