ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સાર્વત્રિક મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગોંડલ શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અંદાજે 1 ઈંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા હતા. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને મુખ્ય માર્ગો પર પાણીની નદીઓ વહેતી થવા પામી હતી.
ગોંડલમાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગોંડલ શહેર અને પંથકમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગોંડલ પંથકમાં દેરડી, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ, જામવાડી, ચોરડી, ભોજપરા, બિલિયાળા, ભરૂડી, ભુણાવા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં રહી ચુકેલો શખ્સ 4 કિલો ગાંજા સાથે ઝડપાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી


