ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવેથી, ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અહેવાલ સાગર ઠાકર જૂનાગઢમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ થયો છે. હવેથી ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનાર પર પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું...
11:57 PM Dec 29, 2023 IST | Aviraj Bagda
અહેવાલ સાગર ઠાકર જૂનાગઢમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ થયો છે. હવેથી ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનાર પર પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું...

અહેવાલ સાગર ઠાકર

જૂનાગઢમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ થયો છે. હવેથી ગિરનારમાં દરેક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરનાર પર પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આગામી સમયમાં ગિરનારની સાથે ભવનાથ તળેટીમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવશે. ગિરનારમાં ધારાસભ્ય, મેયર કલેક્ટર સહીતના  અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

ગિરનાર પર્વત પર દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. સાથોસાથ પર્વત પર પ્રદુષણ પણ વધતું જાય છે. જો કે ખાસ કરીને ગિરનાર આવતાં પ્રવાસીઓ પ્લાસ્ટિક પેકીંગમાં લાવે છે. તેનો યોગ્ય નિકાલ કરવાને બદલે જંગલમાં ફેકીં દે છે. ગિરનાર પર્વતને પ્રદૂષણથી બચાવવા હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી જેની હાઈકોર્ટે ગંભીરતા લઈને સ્થાનિક વહીવટી તંત્રને તાકીદ કરી હતી. ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

ગિરનાર પર્વત પર પાણીના જગનું વિતરણ કરાયું

ગિરનાર પર્વત પર યાત્રા કરતી વખતે સ્વાભાવિક રીતે પાણીની જરૂરીયાત રહે છે. ત્યારે સોપ્રથમ પાણીની જરૂરીયાતને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગિરનારમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર 120 જેટલા દુકાન ધારકોને પ્રત્યેકને પાંચ વોટરજગ મળી રહે તે રીતે 600 વોટર જગ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં જોવા મળી અનોખી ઘટના,શ્વાનોએ દીપડાને દોડાવ્યો

Tags :
bannedplasticsGirnarGujaratGujaratFirstJunagadhPolution
Next Article