ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himmatnagar : સિવિલ હોસ્પિટલમાંથી ચોર એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો

અહેવાલ  - યશ ઉપાધ્યાય  _સાબરકાંઠા Himmatnagar :  સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લામાં વાહન , મોબાઈલ અને ઘરફોડ ચોરી થાય ત્યારે તે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય તે સ્વાભાવિક છે પણ જયારે એમ્બ્યુલન્સની ચોરી થાય અને તેની ફરીયાદ નોંધાય ત્યારે કહેવુ...
10:20 PM Feb 26, 2024 IST | Hiren Dave
અહેવાલ  - યશ ઉપાધ્યાય  _સાબરકાંઠા Himmatnagar :  સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લામાં વાહન , મોબાઈલ અને ઘરફોડ ચોરી થાય ત્યારે તે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય તે સ્વાભાવિક છે પણ જયારે એમ્બ્યુલન્સની ચોરી થાય અને તેની ફરીયાદ નોંધાય ત્યારે કહેવુ...
Civil Hospital

અહેવાલ  - યશ ઉપાધ્યાય  _સાબરકાંઠા

Himmatnagar :  સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લામાં વાહન , મોબાઈલ અને ઘરફોડ ચોરી થાય ત્યારે તે મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય તે સ્વાભાવિક છે પણ જયારે એમ્બ્યુલન્સની ચોરી થાય અને તેની ફરીયાદ નોંધાય ત્યારે કહેવુ પડે કે ઉઠાવગીરો કેવા ભેજાબાજ હોય છે તે સમજી શકાય છે તેવી જ એક ઘટના રવિવારે ધોળેદાહાડે હિંમતનગર (Himmatnagar) સિવિલમાં બનવા પામી હતી અને તેમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ચાવી ભરાઈને પાણીની બોટલ લેવા ગયા ત્યારે તકનો લાભ લઈને અજાણ્યા શખ્સો રૂ.10  લાખની કિંમતની સરકારી એમ્બ્યુલન્સની ચોરી થતાં ચાલકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

 

 

આ અંગે એમ્બ્યુલન્સમાં (Civil Hospital) આઉટ સોસથી ફરજ બજાવતા શરદભાઈ શીવરામભાઈ બોડાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રવિવારે સવારે એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઉતરતી શીફટના ડ્રાઈવર ચીમનભાઈ કાંતિભાઈ બલેવીયાએ એમ્બ્યુલન્સ નંબર GJ.18 GB.1241 ની ચાવી ઈમરજન્સી વોર્ડની સામે પાર્કીંગની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી પરંતુ તેઓ ભુલથી એમ્બ્યુલન્સની ચાવી ભરાવેલી રાખી હતી.

ત્યારબાદ તેઓ પાણીની બોટ લેવા માટે સિવિલના ડ્રાઈવર રૂમમાં ગયા હતા અને પરત આવ્યા બાદ એમ્બ્યુલન્સ જોવા ન મળતાં તેમણે તરતજ સિવિલના ઈન્ચાર્જ બીપીનભાઈ રેવાભાઈને જાણકરી હતી. તે પછી તપાસ કરવા છતાં એમ્બ્યુલન્સનો કોઈ પત્તો ન મળતાં આખરે તેમણે અંદાજે રૂ.10  લાખની કિંમતની એમ્બ્યુલન્સ ચોરાઈ હોવાની ફરીયાદ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

 

આ  પણ  વાંચો  - Ahmedabad : વિશ્વઉમિયાધામનો ચતુર્થ પાટોત્સવ અમેરિકા સહિત 5 દેશમાં ઉજવાશે

 

 

 

Tags :
AmbulanceCivil HospitalHimmatnagarLaliawadiparking lotstolen
Next Article