ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો: પંચાયતના સભ્યનુ સભ્યપદ રદ કરતો કર્યો હુકમ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ    ગોંડલ તાલુકાના બાંદરા ગામે વર્ષ 2022 માં યોજાયેલી ચૂંટણી માં વિજેતા થયેલા વોર્ડ નંબર 4 ના સભ્યનુ સભ્યપદ રદ કરી નવેસરથી ચૂંટણી યોજવા હુકમ કરવામાં આવતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે  ...
02:45 PM Sep 29, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ    ગોંડલ તાલુકાના બાંદરા ગામે વર્ષ 2022 માં યોજાયેલી ચૂંટણી માં વિજેતા થયેલા વોર્ડ નંબર 4 ના સભ્યનુ સભ્યપદ રદ કરી નવેસરથી ચૂંટણી યોજવા હુકમ કરવામાં આવતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે  ...

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

 

ગોંડલ તાલુકાના બાંદરા ગામે વર્ષ 2022 માં યોજાયેલી ચૂંટણી માં વિજેતા થયેલા વોર્ડ નંબર 4 ના સભ્યનુ સભ્યપદ રદ કરી નવેસરથી ચૂંટણી યોજવા હુકમ કરવામાં આવતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે

 

ગોંડલ તાલુકાના બાંદરા ગ્રામ પંચાયતની ચૂંટણી 2022 માં યોજાયેલી હતી જેમાં ગ્રામ પંચાયત વોર્ડ નં-4 ના સભ્ય ના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રભાઈ દામજીભાઈ વેકરિયાએ ઉમેદવારી નોંધાવી હતી હરીફ ઉમેદવાર તરીકે હરેશભાઇ કાબાભાઈ ધોણીયાએ ફોર્મ ભરેલું હતું જેમની દરખાસ્ત મહેશભાઇ પરસોત્તમભાઈ ધોણીયાએ કરેલ ફોર્મ ચકાસણી દરમિયાન ધર્મેન્દ્રભાઈએ ચુટણી અધિકારીને વાંધા અરજી આપી જણાવ્યું કે હરેશભાઇ ના ફોર્મમાં દરખાસ્ત કરનાર મહેશભાઈ ઉમેદવારી કરવા લાયકાત ધરાવતા નથી ગ્રામ પંચાયતનુ લેણું બાકી હોય જેથી ફોર્મ રદ કરવું તેમછતાં ચુટણી અધિકારીએ વાંધા અરજી નામંજુર કરી હરેશભાઇ નુ ફોર્મ માન્ય રાખેલ હતું અને ચુટણી યોજાયેલ હતી

 

 

ત્યારે ધર્મેશભાઈ એ ચૂંટણી અધિકારીના હુકમને ગોંડલ કોર્ટમાં પડકારતા ઈલેક્શન પીટીશન નં-1/22 દાખલ કરતા મહે.બીજા અધિક સીવીલ જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં તમામ આધાર પુરાવા દલીલો ધ્યાનમાં લઈને ચુટણી અધિકારીનો હુકમ રદ કરતો ચુકાદો આપતાં વૉર્ડ નંબર-4 ના સભ્યનુ સભ્યપદ પણ રદ કરી નવેસરથી ફરી ચૂંટણી યોજવા હુકમ કરેલ હતો આ કેસમાં અરજદારના એડવોકેટ તરીકે સિનિયર એડવોકેટ એન.એમ.અગ્રાવત જયેશ.એન.અગ્રાવત. તથા અમરીશ અગ્રાવત રોકાયેલ હતાં ગોંડલ કોર્ટનો ચુટણી અંગે ઐતિહાસિક ચુકાદો દરખાસ્ત કરનાર પણ ઉમેદવાર જેટલી જ લાયકાત ધરાવતા હોવા જોઈએ તેવું જજમેન્ટ આપતાં નાના એવા બાંદરા ગામમાં ચકચાર મચી જવા પામી છે

 

આ  પણ  વાંચો -કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે,જાણો સમગ્ર કાર્યક્રમ

 

Tags :
Gondal CourtHistoric judgmentMembershipOrder cancelingPanchayat member
Next Article