Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સમુદ્રમાં કઇ રીતે સર્જાય છે ચક્રવાત ? સ્ટ્રોમ અને સાયક્લોન વચ્ચે શું ફરક છે ?

સાયક્લોન શબ્દ ગ્રીકભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સાપના કુંડાળા, એવું એટલા માટે કહેવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં ટ્રોપિકલ સાયક્લોન સમુદ્રમાં કુંડળી મારીને બેઠેલા સાપોની જેમ નજરે પડે છે. ચક્રવાત એક ગોળાકાર તોફાન...
સમુદ્રમાં કઇ રીતે સર્જાય છે ચક્રવાત   સ્ટ્રોમ અને સાયક્લોન વચ્ચે શું ફરક છે
Advertisement

સાયક્લોન શબ્દ ગ્રીકભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સાપના કુંડાળા, એવું એટલા માટે કહેવામાં આવે છે કે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં ટ્રોપિકલ સાયક્લોન સમુદ્રમાં કુંડળી મારીને બેઠેલા સાપોની જેમ નજરે પડે છે. ચક્રવાત એક ગોળાકાર તોફાન છે, જે ગરમ સમુદ્રની ઉપર બને છે, જ્યારે આ ચક્રવાત જમીન પર પહોંચે છે તો તે પોતાની સાથે ભારે વરસાદ અને ભારે પવન લઇને આવે છે..આ પવન તેના માર્ગમાં આવનારા વૃક્ષો, ગાડીઓ અને કેટલીકવાર ઘરોને પણ બરબાદ કરી દે છે

આ રીતે સર્જાય છે ચક્રવાત 

Advertisement

ચક્રવાત સમુદ્રના ગરમ પાણીની ઉપર બને છે, સમુદ્રનું તાપમાન વધવાથી તેની ઉપરની હવા ગરમ અને ભેજવાળી બનતા ઉપર ઉઠે છે, અને તે જગ્યા ખાલી પડે છે અને નીચેની તરફ હવાનું પ્રેશર ઓછું થઇ જાય છે.આ ખાલી જગ્યાને ભરવા માટે ત્યાં ઠંડી હવા પહોંચી જાય છે ત્યારબાદ આ નવી હવા પણ ગરમ અને ભેજવાળી બનીને ઉપર ઉઠે છે, અને તે જગ્યાએ ફરીએકવાર ઠંડી હવા આવી તે પણ ગરમ અને ભેજવાળી થઇને ઉપર ઉઠે છે..આમ એક સાયકલ શરૂ થાય છે જેનાથી વાદળ બનવા લાગે છે પાણીનું વરાળમાં રુપાંતર થવાથી વધુ વાદળો બને છે. આનાથી એક સ્ટોર્મ સાયકલ કે પછી તોફોન ચક્ર બની જાય છે, જે ઘુમતુ રહે છે. સ્ટોર્મ સિસ્ટમ ખુબજ જોરથી ઘુમવાને કારણે તેની વચ્ચે એક આઇ બને છે, તોફાનની આઇને તેનો સૌથી શાંત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં હવાનું દબાણ સૌથી ઓછુ હોય છે.

Advertisement

પવનની ગતિ  120 કિલોમીટર પ્રતિકલાક થવા પર સ્ટોર્મ સાયકલોન બને છે 

જ્યારે તોફાની ચક્ર બીજા શબ્દોમાં કહીએ તો ચક્રવાતની સ્પીડ 62 કિલોમીટર પ્રતિ કલાકની હોય ત્યારે તે ટ્રોપિકલ સ્ટોર્મ કહેવામાં આવે છે. હવાની ઝડપ 120 કિલોમીટર પ્રતિકલાક થવા પર સ્ટોર્મ સાયકલોન બની જાય છે. સાયક્લોન સામાન્ય રીતે ઠંડા વિસ્તારમાં નથી બનતા કારણ કે તેને બનવા માટે ગરમ સમુદ્રી પાણીની જરૂર પડે છે. લગભગ દરેક પ્રકારનું સાયક્લોન બનવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન 25-26 ડિગ્રીની આસપાસ હોવું જરૂરી છે.

Tags :
Advertisement

.

×