ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Idar Dowry Case: ઈડરમાં મહિલાને ત્રાસ આપી રૂ.10 લાખનું દહેજ માંગતા પાંચ વિરૂધ્ધ નોંધાય ફરીયાદ

Idar Dowry Case: રાજ્યમાંથી વધુ એક દહેજ માંગવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઈડર તાલુકામાં પરણિત મહિલાને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી સતત દહેજની માંગ કરવામાં આવતી હતી. પરણિતા પાસેથી રૂ. 10 લાખની દહેજ માગ કરાઈ ઈડર તાલુકાના...
10:41 PM Mar 22, 2024 IST | Aviraj Bagda
Idar Dowry Case: રાજ્યમાંથી વધુ એક દહેજ માંગવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઈડર તાલુકામાં પરણિત મહિલાને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી સતત દહેજની માંગ કરવામાં આવતી હતી. પરણિતા પાસેથી રૂ. 10 લાખની દહેજ માગ કરાઈ ઈડર તાલુકાના...

Idar Dowry Case: રાજ્યમાંથી વધુ એક દહેજ માંગવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઈડર તાલુકામાં પરણિત મહિલાને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી સતત દહેજની માંગ કરવામાં આવતી હતી.

પરણિતા પાસેથી રૂ. 10 લાખની દહેજ માગ કરાઈ

ઈડર તાલુકાના ગંભીરપુરા ગામની યુવતીના લગ્ન 2 વર્ષ અગાઉ ચોરીવાડા ગામના એક યુવાન સાથે કરાયા હતા. ત્યારે બાદ લગ્નના બે મહિના પછી મહિલાને તેણીના સાસુ, સસરા અને જેઠ-જેઠાણીએ ઘરકામ બાબતે ઝઘડા કરતા હતા. તે ઉપરાંત તેના પતિને મહિલાને લઈ ચઢામણી કરી દહેજ પેટે રૂ. 10 લાખની માંગ કરતા હતા. તેની સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.

શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો

Idar Dowry Case

ત્યારે અંતે મહિલા દ્વારા ઈડર પોલીસ મથકમાં ફરિયાદન નોંધાવી હતી. તો ફરિયાદમાં જણાવ્યા અનુસાર પરણિતા તોસીયાબાનુના બે વર્ષ અગાઉ આતિફખાન સિકંદરખાન પઠાણ નામના વ્યક્તિ સાથે થયા હતા. ત્યારે શરૂઆતના બે મહિના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા સારો વ્યવહાર કરવામાં આવતો હતો. પરંતુ બે મહિના જતા તેના સાસુ, સસરા, જેઠ-જેઠાણી અને પતિ દ્વારા દહેજની માંગણી સાથે ત્રાસ આપવામાં આવતો હતો.

પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો

એટલું જ નહીં પણ સાસુ, સસરા, જેઠ, જેઠાણી દ્વારા તોસીયાબાનુના પતિ આતિફખાનને ખોટી ચઢામણી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી અને દહેજ પેટે પિયરમાં રૂ. 10 લાખ લઈ આવવાની માંગ કરી પતિ દ્વારા ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો. જેથી કંટાળીને તોસીયાબાનુએ સાસરીયા વિરૂધ્ધ દહેજ ધારાના ભંગ બદલ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Idar District News: ઈડરમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નિપજયું

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર! આણંદ બેઠકને લઈને સૌથી મોટો ખુલાસો

આ પણ વાંચો: Morbi Honey Trap Case: મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા, Honey Trapના જાળમાં

Tags :
DowryCaseGujaratFirstIdarIdar Dowry Casementally tortureSexual Assaultsexual harassment
Next Article