Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વ સમાચાર, શૈક્ષણિક લાયકાતમાં કરાયો ફેરફાર, વાંચો અહેવાલ

તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. પંચાયત વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તલાટીની પરીક્ષા આપવા માટે સ્નાતક હવું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે હવે ધોરણ 12 પાસ વિદ્યાર્થી...
તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વ સમાચાર  શૈક્ષણિક લાયકાતમાં કરાયો ફેરફાર  વાંચો અહેવાલ
Advertisement

તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. પંચાયત વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તલાટીની પરીક્ષા આપવા માટે સ્નાતક હવું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે હવે ધોરણ 12 પાસ વિદ્યાર્થી સ્નાતક થયેલ નહીં હોય તો તે પરીક્ષા આપી શકશે નહીં.

પંચાયત વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાને લઈને મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા તલાટીની પરીક્ષા માટે ધો. 12 પાસ હોવું જરૂરી હતું. પરંતુ હવે તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા આપવા માટે ઉમેદવારે સ્નાતક હોવું ફરજિયાત રહેશે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે. જણાવી દઈએ કે, તલાટી કમ મંત્રી એ રાજ્ય સરકારમાં સરકારી હોદ્દો છે, પરંતુ તે પંચાયત વિભાગમાં આવતો હોવાથી તેને પંચાયતના કર્મચારી કહેવામાં આવે છે.

Advertisement

આ વિભાગના કર્મચારી પંચાયતના લગતા કામો કરે છે. સાલ 2010માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ અલગ કેડર બનાવીને જવાબદારી સોંપવામાં આવી હતી, જે અંતર્ગત રેવન્યૂ હસ્તકના કામકાજ મહેસૂલ તલાટી અને પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીએ અમદાવાદની ચાર શાળાઓની માન્યતા રદ કરી

Tags :
Advertisement

.

×