ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાસકાંઠામાં DDO એ તપાસ હાથ ધરતાં અધિકારીઓની લાપવારહી આવી સામે

અહેવાલ - સચિન શેખલીયા બનાસકાંઠામાં આરોગ્ય અધિકારી સામે DDO ની કડક કાર્યવાહી બનાસકાંઠામાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં ઘટસ્ફોટ સામે આવ્યો છે. જિલ્લાના આરોગ્ય અઘિકારી તરીકે ફરજ બજતાં સ્વપ્નિલ ખરે અને ડૉ.જયેશ પટેલની સત્તા DDO દ્વારા પાછી લઈ લેવામાં આવી...
07:26 PM Dec 22, 2023 IST | Aviraj Bagda
અહેવાલ - સચિન શેખલીયા બનાસકાંઠામાં આરોગ્ય અધિકારી સામે DDO ની કડક કાર્યવાહી બનાસકાંઠામાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં ઘટસ્ફોટ સામે આવ્યો છે. જિલ્લાના આરોગ્ય અઘિકારી તરીકે ફરજ બજતાં સ્વપ્નિલ ખરે અને ડૉ.જયેશ પટેલની સત્તા DDO દ્વારા પાછી લઈ લેવામાં આવી...

અહેવાલ - સચિન શેખલીયા

બનાસકાંઠામાં આરોગ્ય અધિકારી સામે DDO ની કડક કાર્યવાહી

બનાસકાંઠામાં જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં ઘટસ્ફોટ સામે આવ્યો છે. જિલ્લાના આરોગ્ય અઘિકારી તરીકે ફરજ બજતાં સ્વપ્નિલ ખરે અને ડૉ.જયેશ પટેલની સત્તા DDO દ્વારા પાછી લઈ લેવામાં આવી છે. કારણ કે... જિલ્લામાં આરોગ્ય ફાયનાન્સ કર્મીને બચાવવા ઉપરાંત વહીવટી બેદરકારી દાખવાના સંગીન આરોપો DDO દ્વારા લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા DDO નું પગલું સંપૂર્ણ પણે ગેરવ્યાજબી ગણાવવામાં આવ્યું છે.

જિલ્લાના બન્ને અધિકારીઓની સત્તા પાછી ખેંચી લેવામાં આવી

આ બંને અધિકારીઓ એકબીજાની સાથે  કેટલાય સમયથી વાત કરતા ન હતા. જો કે તેઓ વાત કરવા માટે વચ્ચે મેસેન્જર રાખતા હતા, તેવામાં ફરજ પ્રત્યે  લાપરવાહી અને કર્મચારીઓના જુદા-જુદા મુદ્દે  DDO સીડીએચઓ જયેશ પટેલની સત્તાઓ તેમના હેઠળ કામ કરતા જયેશ સોલંકીને આપી દીધી છે. ત્યારે  જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ કહ્યું છે કે" સીડીએચઓએ મને જાણ કર્યા વગર ડિસ્ટ્રીકટ ફાઇનાન્સ ઓફિસરની ભ્રસ્ટાચારની કાર્યવાહીને ક્લીનચીટ આપી બારોબાર જવાબ કરી દીધો હતો આવી ગંભીર બાબતે પણ તેમણે મને જણાવવાનું મુનાસીબ માન્યું ન હતું. તો એ વખતે તત્કાલીન ફાઇનાન્સ ઓફિસર સામે પોલીસ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે બાબતે પૂછતાં DDOએ કહ્યું કે " એવા પ્રકારનું ક્રાઈમ નહોતું કે ફરિયાદ દાખલ કરવામાં આવે.જોકે ડો જયેશ પટેલ કામ સિવાય મોડા સુધી ઓફીસમાં બેસતા હતા અને અનેક ગેરરીતિઓ આચરતા હતા જેને લઈને આ કાર્યવાહી કરાઈ છે.

આરોગ્ય અધિકારી દ્વારા DDO નો નિર્ણય અયોગ્ય ગણવામાં આવ્યો

તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલે  કહ્યું કે DDO મને મળવા માગતા નથી હું જ્યારે તેમના નિર્ણયને લઈને મળવા ગયો ત્યારે તેઓએ પટાવાળા મારફતે મળવાની ના પાડી દીધી હતી. તો પણ મેં તેમને પૂછ્યું કે મારે હવે કામ શુ કરવાનું તો તેમણે કહ્યું કે અમે જે કહીએ એ કામ તમારે કરવાનું રહેશે. જોકે DDOએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે હું ક્લાસવન અધિકારી છું તેવો આવું કરી ન શકે.

ત્યારે બનાસકાંઠામાં DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તેથી બંને અધિકારીઓ પોતાનો પક્ષ રાખીને પોતે સાચા હોવાનું અને યોગ્ય કાર્યવાહી કરાઈનું કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા આરોગ્ય અધિકારીને પોતાની સત્તાઓ પાછી મળેશે કે કેમ ?

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, તમામ રાજ્યમાં એક્શન મોડમાં

 

 

 

 

Tags :
banaskanathaDDOGujaratGujaratFirstsuspend
Next Article