Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાહોદ જિલ્લામાં મોકડ્રીલનું કરી બાળકોને અપાયું માર્ગદર્શન

અહેવાલ સાબીર ભાભોર દાહોદ જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરાયું દાહોદ જિલ્લામાં આતંકવાદીઓ પાસેથી વિદ્યાર્થીઓને મુક્ત કરવાની મોકટ્રીલ યોજાઈ હતી. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે. ત્યારે બન્ને રાજ્યોના સરહદી પોલીસનો સમન્વય થઈ આપત્તિજનક પરિસ્થિતમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે...
દાહોદ જિલ્લામાં મોકડ્રીલનું કરી બાળકોને અપાયું માર્ગદર્શન
Advertisement

અહેવાલ સાબીર ભાભોર

દાહોદ જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરાયું

Advertisement

દાહોદ જિલ્લામાં આતંકવાદીઓ પાસેથી વિદ્યાર્થીઓને મુક્ત કરવાની મોકટ્રીલ યોજાઈ હતી. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે. ત્યારે બન્ને રાજ્યોના સરહદી પોલીસનો સમન્વય થઈ આપત્તિજનક પરિસ્થિતમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટે એક મોકડ્રીલ યોજાઈ હતી.

Advertisement

આ મોકડ્રીલનો ઉદ્દેેશ આતંકી અને મોટી હોનારત પરિસ્થિતિ સામે લડવાનું છે

ત્યારે કોઈ પણ મોટી હોનારત કે આતંકી ઓપરેશન દરમિયાનની કામગીરીનું પ્રશિક્ષણ કરાયું હતું. તેના માટે દાહોદ જિલ્લાના લિમખેડામાં રેન્જ આઈ જી આર. વી. અસારીના અધ્યક્ષ સ્થાને બંને રાજ્યો ના સરહદી જિલ્લા ના પોલીસ મથકો ના અધિકારીઓએ અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તે ઉપરાંત દાહોદના એસ.પી., છોટાઉદેપુરના એસ. પી. અને તે સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ મોકડ્રીલનું નિરિક્ષણ રેન્જ આઈ જી દ્રારા કરવામાં આવ્યું હતું

આ મોકડ્રીલની અંતર્ગત બંને રાજ્યોની પોલીસે સંયુક્ત રીતે આતંકવાદીઓ દ્વારા દાહોદની જેલમાંથી પોતાના સાથીને મુક્ત કરાવવા માટે 15 વિધાર્થીઓને બંદી બનાવ્યા હતા. તે આતંકવાદીઓની ચુંગલમાંથી બાળકોને મુક્ત કરાવવાનું ઓપરેશન અને સાઇબર ક્રાઈમ તેમજ દેખાવો કરી રહેલા ટોળાં ઉપર કાબૂ મેળવવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. આ તમામ પ્રશિક્ષણ પર રેન્જ આઈ જી દ્રારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે મોડલ સ્કૂલના બાળકોને પણ મોકડ્રીલ બતાવવામાં આવી હતી. કારણ કે.... બાળકોને પોલીસની કામગીરી કઈ રીતે થાય તેના વિશે સમજ અપાઈ હતી.

આ પણ વાંચો: ગાંધીના ગુજરાતમાં દારૂ ‘મુક્તિ’! ગિફ્ટી સિટીમાં દારૂના સેવનને લઈ સરકારનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×