Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: ગોધરા નગરપાલિકાએ વેપારીઓને આપ્યો ઝટકો

અહેવાલ : નામદેવ પાટીલ ગોધરા નગરપાલિકા દ્વારા દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો ગોધરા નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ડરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નગરપાલિકાએ વેરા વસૂલાત વિભાગ દ્વારા ગોધરાના વેપારીઓને નોટિસ ફટાકારવામાં આવી છે. તેના કારણે વેપારીઓમાં રોષ ફાટી...
panchmahal  ગોધરા નગરપાલિકાએ વેપારીઓને આપ્યો ઝટકો
Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ

ગોધરા નગરપાલિકા દ્વારા દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો

Advertisement

ગોધરા નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ડરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નગરપાલિકાએ વેરા વસૂલાત વિભાગ દ્વારા ગોધરાના વેપારીઓને નોટિસ ફટાકારવામાં આવી છે. તેના કારણે વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પાલિકાએ નોટીસ ફટકારી વેપારીઓને 3 દિવસમાં ભાડાના રકમ જમા કરવવા માટે જાહેર કરવામાં આવ્યું છે. જો ત્રણ દિવસમાં ભાડું જમા કરવામાં નહિ આવે તો દુકાનદારો પર ભાડુઆત કરારની શરત મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેવું નગરપાલિકા વેરા વસુલાત તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

નગરપાલિકાએ તમામ વેપારીઓ નોટીસ ફટકારી

નગરપાલિકાએ કલાલ દરવાજા વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત 25 જેટલા દુકાનદારોને નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. જેના નિયમ મુજબ 1 થી 5 તારીખની અંદર ભાડું ભરપાઈ કરવાનું રહેશે. તો બીજી તરફ આગામી દિવસોમાં ગોધરા શહેરમાં 700 ઉપરાંત નગરપાલિકાના શોપિંગ ધારકોને નોટિસ આપી વહેલી તકે ભાડું ભરવા માટે જણાવવામાં આવશે.

વેપારીઓનો પાલિકા સામે રોષ ઠાલવવામાં આવ્યો

નગરપાલિકાની હસ્તકમાં આવેલી 700 ઉપરાંત શોપિંગ દુકાનોના તોતિંગ ભાડા વધારાની સામાન્ય સભામાં વાર્ષિક 10 ટકા ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ સમાધાન નહિ નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Surat: સુરતમાં મહિલાઓએ ચાલાકાઈથી જ્વેલર્સમાં ચોરીને આપ્યો અંજાબ

Advertisement

.

×