ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: સુરતમાં મહિલાઓએ ચાલાકાઈથી જ્વેલર્સમાં ચોરીને આપ્યો અંજાબ

અહેવાલ આનંદ પટની ત્રણ મહિલાઓ દ્વારા ખુબ ચાલાકાઈથી જ્વેસર્સમાં ચોરી કરાઈ સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં નવકાર જ્વેલર્સ આવેલ છે. સુરતના અડાજણમાં  આવેલ વાત્સલ્ય હાઈટ્સમાં રહેતા અને જ્વેલર્સની દુકાનના માલિક અશ્વિન શાહ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ચોરીની...
09:17 PM Dec 27, 2023 IST | Aviraj Bagda
અહેવાલ આનંદ પટની ત્રણ મહિલાઓ દ્વારા ખુબ ચાલાકાઈથી જ્વેસર્સમાં ચોરી કરાઈ સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં નવકાર જ્વેલર્સ આવેલ છે. સુરતના અડાજણમાં  આવેલ વાત્સલ્ય હાઈટ્સમાં રહેતા અને જ્વેલર્સની દુકાનના માલિક અશ્વિન શાહ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ચોરીની...

અહેવાલ આનંદ પટની

ત્રણ મહિલાઓ દ્વારા ખુબ ચાલાકાઈથી જ્વેસર્સમાં ચોરી કરાઈ

સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં નવકાર જ્વેલર્સ આવેલ છે. સુરતના અડાજણમાં  આવેલ વાત્સલ્ય હાઈટ્સમાં રહેતા અને જ્વેલર્સની દુકાનના માલિક અશ્વિન શાહ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ જ્વેલર્સમાં 12 ડિસેમ્બરના રોજ ત્રણ મહિલાઓ ચાંદીના સાંકળાની ખરીદીના બહાને આવી હતી. આ ત્રણ પૈકી એક મહિલા દ્વારા વેપારીને પોતાની વાતોમાં ભોળવી અન્ય બે મહિલાઓ દ્વારા નજર ચૂકવી રૂપિયા 60,000 ની કિંમતના 23 જોડ સાંકળાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મહિલાઓને ધરપકડ કરવામાં આવી

પરંતુ જ્યારે સ્ટોકની ગણતરી કરતા ઘરેણામાં ઘટાડો જોવા મળતાં. તાત્કાલિક ધોરણે સીસીટીવી ચેક કરતાં સમગ્ર ઘટનાની નોંધ લેવામાં આવી હતી. તે પછી વેપારી દ્વારા રાંદેર પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાંદેર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે મહિલા આરોપીઓનું પગેરૂ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે મહિલાઓની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી.

ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા આરોપી ફરાર

જ્યાં ત્રણ પૈકીની બે મહિલા આરોપીઓ રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી હતી. આ બન્ને મહિલાઓ પાસેથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર  કરવામાં આવ્યો છે. જયારે ગુનામાં ફરાર અન્ય એક મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.જે ફરાર મહિલા આરોપીની ધરપકડ કરવાની સાથે અને  મહિલા ગેંગ દ્વારા અન્ય કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાલ રાંદેર પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સુરત સાયબર ક્રાઈમ પોલીસે કુખ્યાત ગેંગનો કર્યો પર્દાફાશ

Tags :
CrimeGoldGujaratGujaratFirstJwellerssilverSuratCrimewoman
Next Article