ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જયરાજસિંહ-ગણેશ ગોંડલને બેફામ ગાળો ભાંડી, સમાધાનનો ગિરિશ કોટેચાનો પ્રયાસ નિષ્ફળ

જૂનાગઢ : ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના એક યુવાનનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ આ યુવક દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર...
02:57 PM Jun 01, 2024 IST | KRUTARTH JOSHI
જૂનાગઢ : ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના એક યુવાનનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ આ યુવક દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર...
Ganesh Gondal And Raju Solanki case

જૂનાગઢ : ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના એક યુવાનનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ આ યુવક દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલો ખુબ જ હાઇપ્રોફાઇલ બન્યો છે. યુવકના પિતા પણ રાજકીય રીતે અગ્રણી હોવા ઉપરાંત દલિત સમાજમાં પણ તેઓ સારી એવી શાખ ધરાવે છે. તેવામાં હવે આ સમગ્ર મામલો હાઇપ્રોફાઇલ બન્યો છે.

જયરાજસિંહ દ્વારા સમાધાન માટે ગિરિશ કોટેચાને મધ્યસ્થી બનાવાયા

આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા ગણેશ ગોંડલની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. એટ્રોસિટી હેઠળ થયેલા કેસમાં જામીન મળવા પણ ખુબ જ મુશ્કેલ છે તેવામાં જયરાજસિંહ દ્વારા સમાધાનના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેના અંતર્ગત જૂનાગઢના ડે. મેયર ગિરીશ કોટેચાને મધ્યસ્થી બનાવવામાં આવ્યા છે. ગિરીશ કોટેચા દ્વારા આ અંતર્ગત ભોગ બનનાર વ્યક્તિના પિતા રાજુ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે સમાધાન માટે અપીલ કરી હતી. સમાધાનના બદલે જે કાંઇ પણ જોઇએ તે લઇ લેવા માટેની રજૂઆત પણ કરી હતી.

રાજુ સોલંકીએ કહ્યું હું પણ ગણેશને નગ્ન કરીને મારુ એટલે સમાધાન

જો કે રાજુ સોલંકીએ સમાધાન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. રાજુ સોલંકીએ જણાવ્યું કે, ગણેશે જે પ્રકારે મારા છોકરાને નગ્ન કરીને ઢોર માર માર્યો તે પ્રકારે ગણેશ અહીં આવે હું પણ તેને નગ્ન કરીને ઢોર માર મારુ એટલે સમાધાન. મારે બીજુ કાંઇ જ જોઇતું નથી. હું પણ તેને ઢોર માર મારવા માંગુ છું. આ ઉપરાંત તેણે જયરાજસિંહ અને ગણેશ ગોંડલને અપશબ્દો પણ કહ્યા હતા. તેનાથી કોઇ ડરતું નહીં હોવાનું પણ જણાવ્યું હતું. બદલો લેવા માટે ગણેશને જુનાગઢ લાવો અને હું તેને નગ્ન કરીને ઢોર માર મારુ પછી સમાધાન તેવું જણાવ્યું હતું.

હાલ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો

હાલ તો સમગ્ર મામલો ખૂબ જ વિવાદિત થયો છે. ગિરિશ કોટેચા દ્વારા મધ્યસ્થી કરવા છતાં પણ આ મામલો શાંત નથી થઇ રહ્યો તેને જોતા હવે ગણેશ ગોંડલની ધરપકડ થઇ શકે છે. આવા કિસ્સામાં જામીન મેળવવા પણ ખુબ જ મુશ્કેલ છે. તેવામાં સમાધાન માટે જયરાજસિંહનો પરિવાર દ્વારા દલિત અગ્રણીઓ પર પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાઇ રહ્યું છે. હાલ તો સમગ્ર મામલો ખુબ જ હાઇપ્રોફાઇલ બની રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

(ગિરીશ કોટેચા અને રાજુ સોલંકીની વાતચીતનો ઓડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે પરંતુ ખૂબ જ અપશબ્દો હોવાના કારણે અપલોડ કરવામાં આવ્યો નથી)

Tags :
Ganesh GondalGujarat FirstJayraj Singh JadejaJayrajsinh Jadea Gondaljayrajsinh jadejaJunagadh Kidnapping Casekidnappingpadminiba vs jayrajsinh jadejaRaju SolankiThreatઅપહરણગણેશ ગોંડલગુજરાત ફર્સ્ટજયરાજસિંહ જાડેજાજૂનાગઢ અપહરણ કેસધમકીરાજુ સોલંકી
Next Article