ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : હચમચાવે એવો કિસ્સો! માત્ર 9 વર્ષનાં માસૂમ બાળકે ગળે ફાંસો ખાતા ચકચાર

જામનગરમાંથી (Jamnagar) માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાએ ઠપકો આપતા માત્ર 9 વર્ષનાં બાળકે આપઘાત કરી લીધો છે. માતાએ બાળકને સાઇકલ ચલાવવાની ના પાડતા માત્ર 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બાળકનાં આપઘાતની ઘટનાથી...
10:36 PM Jun 25, 2024 IST | Vipul Sen
જામનગરમાંથી (Jamnagar) માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાએ ઠપકો આપતા માત્ર 9 વર્ષનાં બાળકે આપઘાત કરી લીધો છે. માતાએ બાળકને સાઇકલ ચલાવવાની ના પાડતા માત્ર 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બાળકનાં આપઘાતની ઘટનાથી...
સૌજન્ય : Gppgle

જામનગરમાંથી (Jamnagar) માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાએ ઠપકો આપતા માત્ર 9 વર્ષનાં બાળકે આપઘાત કરી લીધો છે. માતાએ બાળકને સાઇકલ ચલાવવાની ના પાડતા માત્ર 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બાળકનાં આપઘાતની ઘટનાથી સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે. ત્યારે લોકોમાં સવાલ થઈ રહ્યાં છે કે આટલી નાની ઉંમરે બાળકોમાં કયાંથી આવે છે આપઘાતનાં વિચાર? શું આધુનિક સમયમાં બાળકોમાં ધીરજ ખૂટી રહી છે ? કેમ બાળકો નાની-નાની વાતોમાં ઉત્તેજિત થઇને આવા પગલાં ભરે છે ?

માતાએ સાઇકલ ચલાવવાની ના પાડતા બાળકે આપઘાત કર્યો

જામનગરમાંથી (Jamnagar) ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજના આધુનિક સમયમાં આ બનાવ માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જામનગરના દરેડમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષના બાળકને માતાએ સાઇકલ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ વાતનું લાગી આવતા માત્ર 9 વર્ષના માસૂમ બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું છે. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ છે. જ્યારે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બાળકનાં આપઘાતની ઘટનાથી પરિવારમાં માતમ

બાળકોની માનસિક સ્થિતિને લઈ ચિંતા

આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બીજી તરફ જામનગરની આ ઘટના સામે આવતા લોકોમાં સવાલ થઈ રહ્યા છે કે, આટલી નાની ઉંમરે બાળકોમાં કયાંથી આવે છે આપઘાતના વિચાર ? શું આધુનિક સમયમાં બાળકોમાં ધીરજ ખૂટી રહી છે ? કેમ બાળકો નાની-નાની વાતોમાં ઉત્તેજિત થઇને આવા પગલાં ભરે છે ? આવી ઘટનાઓ બાદ બાળકોની માનસિક સ્થિતિને લઈ ચિંતા વધી છે.

 

આ પણ વાંચો - ગીર સોમનાથ, રાજકોટમાં જોખમી સવારીનાં Video વાઇરલ, અમદાવાદમાં Triple અકસ્માતમાં વિદ્યાર્થીઓને ઇજા

આ પણ વાંચો - Ahmedabad Police : શહેરમાં PI-PSI ની બદલી બાદ ગ્રામ્યમાં બદલીઓનો દોર, 27 PI ની બદલી

આ પણ વાંચો - Rajkot GameZone tragedy : એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ, તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

Tags :
9-year-old child committed suicideBicycleGujarat FirstGujarati NewsJamnagarJamnagar Policeshocking incident
Next Article