ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh custodial death: પોલીસ સ્ટેશનમાં આરોપીનું થયું મોત, જૂનાગઢ પોલીસ વિવાદોથી ઘેરાઈ

Junagadh custodial death: દેશમાં અવાર-નવાર રક્ષક દ્વારા ભક્ષકની ભૂમિકા નિભાવવામાં આવતી હોય છે. એટલે કે... સરકારી સુરક્ષા દળના અધિકારીઓ અને પોલીસ દ્વારા અનેકવાર રિમાન્ડ દરમિયાન નિર્દયરીતે માર મારવામાં આવતો હોય છે. ત્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં અસહ્ય માર મારવાના કારણે મોતના...
06:20 PM Jan 27, 2024 IST | Aviraj Bagda
Junagadh custodial death: દેશમાં અવાર-નવાર રક્ષક દ્વારા ભક્ષકની ભૂમિકા નિભાવવામાં આવતી હોય છે. એટલે કે... સરકારી સુરક્ષા દળના અધિકારીઓ અને પોલીસ દ્વારા અનેકવાર રિમાન્ડ દરમિયાન નિર્દયરીતે માર મારવામાં આવતો હોય છે. ત્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં અસહ્ય માર મારવાના કારણે મોતના...
Accused dies in police station, Junagadh police surrounded by controversies

Junagadh custodial death: દેશમાં અવાર-નવાર રક્ષક દ્વારા ભક્ષકની ભૂમિકા નિભાવવામાં આવતી હોય છે. એટલે કે... સરકારી સુરક્ષા દળના અધિકારીઓ અને પોલીસ દ્વારા અનેકવાર રિમાન્ડ દરમિયાન નિર્દયરીતે માર મારવામાં આવતો હોય છે. ત્યારે આરોપીને પોલીસ કસ્ટડીમાં અસહ્ય માર મારવાના કારણે મોતના બનાવો બનતા હોય છે.

ત્યારે ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. જૂનાગઢના એક પોલીસ સ્ટેશનમાં હર્ષિલ જાદવ નામના આરોપીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ પોલીસ રિમાન્ડમાં આરોપી હર્ષિલ જાદવની માર ખાવીથી હાલત ગંભીર થતા, તેને તાત્કાલિક ધોરણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી પાસે PSI દ્વારા 3 લાખની માંગ કરી હતી

પરંતુ આરોપીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેથી આ ઘટનાને લઈને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પોલીસ સામે આંખ લાલ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનના PSI મુકેશ મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. તે ઉપરાંત એ પણ સામે આવ્યું છે, PSI મુકેશ મકવાણા રહેમદિલી માટે આરોપી પાસે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી.

અગાઉ પણ આ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થયું

તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું આ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બ્રિજેશ લાવડીયા નામના આરોપીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તેનું પણ આ રીતે અસહ્ય માર મારવાને કારણે મોત નિપજ્યું હતું. ત્યારે આ બંને ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યકર દ્વારા પોલીસ વિરુદ્ધ વિદ્રોહનો નારા લગાવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ કાર્યકરે આવેદનપત્રમાં માંગ રજૂ કરી

Junagadh custodial death

તે સહિત કોંગ્રેસ અને સ્થાનિક નાગરિકો દ્વારા આવેદનપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે, પોલીસ સ્ટેશનના PSI સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. તે સહિત જૂનાગઢના તમામ પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા કાર્યરત કરવામાં આવવા જોઈએ.

આ પણ વાંચો: Sexual harassment case: બાળકને રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Tags :
custodial deathDeathGujaratGujaratFirstJunagadhJunagadh custodial deathJunagadh Policepolicepolice stationremand
Next Article