ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ભોગ બનનારા દલિત યુવકના પિતાએ Gujarat First ને જણાવી હકીકત!

જૂનાગઢના (Junagadh) દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Jadeja) સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો...
12:18 PM Jun 06, 2024 IST | Vipul Sen
જૂનાગઢના (Junagadh) દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Jadeja) સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો...

જૂનાગઢના (Junagadh) દલિત યુવકનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Jadeja) સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, ઘટના બાદ ગણેશ ગોંડલ ફરાર થયો હતો, જેથી પોલીસની (Junagadh Police) કામગીરી સામે પણ સવાલ થયા હતા. આ કેસને લઈ ભોગ બનનારા યુવકના પિતાએ ગુજરાત ફાર્સ્ટ સાથે વાતચીત કરી અનેક ખુલાસા કર્યા છે.

હું જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવું છું : રાજુભાઈ સોલંકી

જુનાગઢના કોંગ્રેસ (CONGRESS) કાર્યકર્તા અને N.S.U.I ના પ્રમુખ એવા સંજય સોંલકી (Sanjay Solanki) સાથે નજીવી તકરાર બાબતે અપહરણ કરી ઢોર માર મારવાના કેસમાં પોલીસે ભાજપ (bjp) ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની (Ganesh Gondal) ધરપકડ કરી છે. આ મામલે સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરી હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, અમને સમાધાન માટે અનેક ફોન આવ્યા અને કરોડો રૂપિયા આપવાની ઑફર પર કરી હતી. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ લેતા પહેલા પોલીસ વિચાર કરતી હોય છે. પરંતુ, હું જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવું છું. તેમણે જણાવ્યું કે, આગામી 12 તારીખે જૂનાગઢથી ગોંડલ સુધી રેલીનું આયોજન કરાયું છે. ગોંડલમાં રેલી યોજી જાહેરસભા સંબોધિત કરાશે.

કાળવા ચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જણાવી દઈએ કે, આ ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોને કડક સજાની માગ સાથે જૂનાગઢના કાળવા ચોક ખાતે અનુસૂચિત જાતિના લોકો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવાના હોવાથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ (Junagadh Police) જવાનોની તૈનાતી કરાઈ છે. જો કે, આ કેસમાં તપાસ કરતાં SC/ST સેલના DYSP જે.કે. ઝાલા (DYSP J.K. Jhala) અચાનક રજા પર ઉતરી જતા અનેક સવાલ થઈ રહ્યા છે. હવે આ સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યાને સોંપાઈ છે. માહિતી મુજબ, ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે.

આ પણ વાંચો - Junagadh: ગણેશ ગોંડલની ધરપકડ બાદ તપાસ અધિકારીએ આવું કેમ કર્યું ?

આ પણ વાંચો - Junagadh: શું હતો ગણેશ ગોંડલનો વિવાદ? માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ

આ પણ વાંચો - Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

Tags :
Atrocities ActBJPbjp-mlaCongressDYSP J.K. JhalaGanesh GondalGanesh JadejaGujarat FirstGujarati NewsJunagadhJunagadh PoliceKalwa ChowkN.S.U.I president Sanjay Solanki
Next Article