ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda : પોલ્ટ્રી ફાર્મમાં સફાઈ માટે જંતુનાશક દવાનો છંટકાવ છતાં ગ્રામજનોને અસર, હોસ્પિટલમાં દાખલ કરાયાં

બે દિવસ પહેલા ગુરૂગ્રામના (Gurugram) એક કેફેમાં માઉથ ફ્રેશનર (mouth freshener) ખાધા બાદ પાંચ લોકોને લોહીની ઊલટીઓ થઈ હતી. આથી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી...
09:02 AM Mar 07, 2024 IST | Vipul Sen
બે દિવસ પહેલા ગુરૂગ્રામના (Gurugram) એક કેફેમાં માઉથ ફ્રેશનર (mouth freshener) ખાધા બાદ પાંચ લોકોને લોહીની ઊલટીઓ થઈ હતી. આથી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી...
સૌજન્ય : google

બે દિવસ પહેલા ગુરૂગ્રામના (Gurugram) એક કેફેમાં માઉથ ફ્રેશનર (mouth freshener) ખાધા બાદ પાંચ લોકોને લોહીની ઊલટીઓ થઈ હતી. આથી દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને કેફેના માલિક અને મેનેજર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે હવે આ પ્રકારની એક ઘટના ખેડાના (Kheda) કપડવંજથી (Kapdwanj) સામે આવી છે. જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગ્રામજનોને અસર થઈ હતી અને દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી.

3 મહિલાઓને દાખલ કરાયાં

માહિતી મુજબ, ખેડા (Kheda) જિલ્લાના કપડવંજ (Kapdwanj) તાલુકાના લાલમાંડવા (Lalmandwa) ગામ એક પોલ્ટ્રી ફાર્મ આવેલું છે. આ પોલ્ટ્રી ફાર્મમાં સાફ-સફાઈ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જો કે, ત્યાર બાદ પોલ્ટ્રી ફાર્મમાં (poultry farm) 15થી વધુ લોકોને આંખમાં બળતરાં, ગળામાં બળતરાં અને ચક્કર આવવા જેવી તકલીફ શરૂ થઈ હતી. ઉપરાંત, પોલ્ટ્રી ફાર્મ નજીક આવેલા મકાનમાં રહેતા લોકોને પણ આ જ પ્રકારની તકલીફો થઈ હતી. દર્દીઓને ત્વરિત ધોરણે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 3 મહિલાઓ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સુધારા પર છે. જો કે, આ ઘટના બાદ ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી છે.

 

આ પણ વાંચો - Mehsana : બેંગલુરુ જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાનું લશ્કર-એ-તૈયબાનું કાવતરું! તપાસનો રેલો મહેસાણા-અમદાવાદ સુધી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
CafeGujarat FirstGujarati NewsGurugramKapdwanjKhedaLalmandwamouth freshenerpoultry farmSpraying Pesticides
Next Article