ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KUTCH : અંજારની સ્ટીલ કંપનીમાં બોઈલર ફાટતા લાગેલી ભીષણ આગમાં 3 ના મોત, 4 અતિગંભીર

કચ્છ (KUTCH) જિલ્લાના અંજારમાં (ANJAAR) ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અંજારના બુઢારમોરામાં આવેલી એક સ્ટીલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ભયાવહ આગ કેમો સ્ટીલ (KEMO STEEL) નામની કંપનીમાં લાગી છે. આ ઘટનામાં 10 જેટલા શ્રમિકો ગંભીર...
01:11 PM Jan 15, 2024 IST | Vipul Sen
કચ્છ (KUTCH) જિલ્લાના અંજારમાં (ANJAAR) ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અંજારના બુઢારમોરામાં આવેલી એક સ્ટીલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ભયાવહ આગ કેમો સ્ટીલ (KEMO STEEL) નામની કંપનીમાં લાગી છે. આ ઘટનામાં 10 જેટલા શ્રમિકો ગંભીર...

કચ્છ (KUTCH) જિલ્લાના અંજારમાં (ANJAAR) ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અંજારના બુઢારમોરામાં આવેલી એક સ્ટીલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ભયાવહ આગ કેમો સ્ટીલ (KEMO STEEL) નામની કંપનીમાં લાગી છે. આ ઘટનામાં 10 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી સારવાર દરમિયાન ત્રણ શ્રમજીવીના મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે 4 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.

કચ્છ (KUTCH) જિલ્લાના અંજાર તાલુકામાં આવેલા બુઢારમોરા (Budharmora) ખાતે આવેલી એક સ્ટીલ કંપનીમાં બોઇલર ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ પિગાળતી વખતે અચાનક આગ લાગી હતી. ગરમ સ્ટીલ બહાર આવી, જતાં મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઇ જતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારે દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે માહિતી મળી છે કે, આ દર્દીઓ પૈકી 3 શ્રમિકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 4ની હાલત ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ગંભીર દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય 6 ને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દુર્ઘટના સમયે જીવ બચાવવા માટે કેટલાક મજૂરોએ કંપનીના ઉપરના માળેથી છલાંગ પણ લગાવી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ કેમો સ્ટીલ કંપનીમાં આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે. ત્યારે હવે આ મામલે દૂધઇ પોલીસે (KUTCH) જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - 5 મહિનાની માસૂમ ગંભીર બીમારીમાં સપડાઈ, જીવ બચાવવા 17.5 કરોડના ઇન્જેક્શનની જરૂર, આ રીતે કરો મદદ

Tags :
ANJAARBudharmoraFIRE BRIGADE KUTCHFIRE INCIDENTGujarat FirstGujarati NewKEMO SteelKutch
Next Article