ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : BJP સભ્યનાં પતિની ધરપકડ, રાજકીય વગ ધરાવતા 2 આગેવાનોનાં નામ પણ સામેલ!

કચ્છના (Kutch) કાનમેરમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં પોલીસની તપાસમાં રાજકીય કનેક્શન ખૂલ્યું છે. કચ્છ ફાયરિંગ અને હત્યામાં રાજકીય લોકોની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા પંચાયત ભાજપના સભ્યના પતિનું નામ આ કેસમાં સામે આવતા પોલીસે તેમની...
11:55 PM May 21, 2024 IST | Vipul Sen
કચ્છના (Kutch) કાનમેરમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં પોલીસની તપાસમાં રાજકીય કનેક્શન ખૂલ્યું છે. કચ્છ ફાયરિંગ અને હત્યામાં રાજકીય લોકોની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા પંચાયત ભાજપના સભ્યના પતિનું નામ આ કેસમાં સામે આવતા પોલીસે તેમની...

કચ્છના (Kutch) કાનમેરમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં પોલીસની તપાસમાં રાજકીય કનેક્શન ખૂલ્યું છે. કચ્છ ફાયરિંગ અને હત્યામાં રાજકીય લોકોની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા પંચાયત ભાજપના સભ્યના પતિનું નામ આ કેસમાં સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. રાજકીય વગ ધરાવતા આગેવાનની ધરપકડ થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે તેમના ઘર સહિતનાં સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

જિ.પં. BJP ના સભ્યના પતિનું નામ આવ્યું સામે

કચ્છનાં કાનમેરમાં ફાયરિંગ અને હત્યાનાં કેસમાં (Kutch firing and killing Case) મોટા અપડેટ આવ્યા છે. આ કેસને લઈ પોલીસની તપાસમાં રાજકીય લોકોની સંડોવણી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ કેસમાં જિલ્લા પંચાયત BJP ના સભ્યના (BJP member) પતિ નરેન્દ્રદાન ગઢવી (Narendradan Gadhvi) સહિત ત્રણ લોકોનું નામ બહાર આવ્યું છે. આ કેસમાં નરેન્દ્રદાન ગઢવીની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ છે. જ્યારે, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા (Ashok Singh Jhala) અને રાજકીય આગેવાન દિલીપ અયાચી (Dilip Ayachi) પણ આ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ બંને હાલ પોલીસ પકડથી ફરાર હોવાની માહિતી છે. આ મામલે પોલીસે આરોપીઓના ઘર સહિતના સ્થળે તપાસ આદરી છે.

જમીન વિવાદમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત

કચ્છમાં (Kutch) મીઠાના અગરો માટે જમીન પર કબ્જો મેળવવા મામલે વિવાદ થતા કાનમેરના રણમાં (Kanmer desert) ફાયરિંગ સહિત ધાતક હથિયાર સાથે થયેલા હુમલામાં એકનું મોત થયું હતું. આ કેસમાં અગાઉ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સહિત 16 આરોપીની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ સહિત હાઇવે હોટેલ અને કાનમેર ગામમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ત્યારે હવે આ કેસમાં રાજકીય લોકોની સંડોવણી સામે આવતા પોલીસે (Kutch Police) સઘન તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - MADRASA SURVEY : દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે વધુ 4 ની ધરપકડ

આ પણ વાંચો - GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

આ પણ વાંચો - Bhavnagar : તળાવમાં 4 બાળકીઓના મોત મામલે કોંગ્રેસ નેતાએ Video બનાવી કર્યા ગંભીર આક્ષેપ

Tags :
Ashok Singh JhalaCrime NewsDilip AyachiGujarat FirstGujarati NewsKanmerKanmer desertKutch firing and killing CaseKutch PoliceLand DisputeNarendradan GadhviZilla Panchayat BJP member
Next Article