ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KUTCH : નવા વર્ષની વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી

KUTCH : KUTCH NEW YEAR CELEBRATION કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે. કચ્છી નયે વરે અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને નવા વર્ષની...
03:42 PM Jul 07, 2024 IST | PARTH PANDYA
KUTCH : KUTCH NEW YEAR CELEBRATION કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે. કચ્છી નયે વરે અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને નવા વર્ષની...

KUTCH : KUTCH NEW YEAR CELEBRATION કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મોટો છે. કચ્છી નયે વરે અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. ચાલો જાણીએ વિસ્તૃતમાં કઈ રીતે આ ઉજવણી થાય છે.

ટ્વીટર પર શુભકામના પાઠવી

કચ્છી નવા વર્ષ અષાઢી બીજની શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્વે ક્ચ્છવાસીઓને ટ્વીટર પર શુભકામના પાઠવી હતી. મા આશાપુરાના સર્વે પર આશીર્વાદ રહે અને કચ્છની ભૂમિ સદાયે વિકસતી રહે તે માટેની શુભકામના પાઠવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છી શૈલીમાં શુભકામના પાઠવી હતી. કચ્છમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ જળવાઈ રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ અષાઢી બીજની ટ્વીટર પર શુભકામના પાઠવી હતી

અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ

કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવેછે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નીકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

ઇતિહાસના પાના પર લખાયેલુ છે

અષાઢી બીજનો ઇતિહાસ -જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. તે તો ઇતિહાસના પાના પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.

પાણીનો મહિમા જોડાયેલો છે

એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધુમપુર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે.દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે -અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ અંગેનો ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાઈ છે. તેથી પણ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે."કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ, જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ."

નવા સિક્કા બહાર પાડવામાં આવતા

અષાઢી બીજનાં દરબાર ભરાતો અને નગરજનો રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા -દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાં અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે.દર અષાઢી બીજ અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા - રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જૂની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું.અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા હતા. એક સદી પહેલાં મહાદેવ નાકા પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસઅને તિજોરી કચેરી બેસતી. આજે અહીં હોમગાર્ડની ઓફિસ આવેલી છે.અષાઢી બીજનાં દિવસે 17 તોપોની સલામી આપવામાં આવી હતી -ઉપરાંત કચ્છના રાજવી જ્યારે દિલ્હી જતા ત્યારે તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અને દરરોજ રાજાનું આયુષ્ય જળવાઈ રહે તે માટે કરીને બપોરે 12 વાગ્યે 1 તોપ છોડવામાં આવતું હતું.ઉપરાંત દર અષાઢી વર્ષે એટલે કે નવા વર્ષે ભુજના હૃદય સમા હમીરસર તળાવના કિનારેથી રાજા માટે 17 તોપની સલામી આપવામાં આવતી હતી.

પાંજો કચ્છડો બારે માસ

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ’ -કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે. ભલે પહેલા જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે.નાગર પરિવારો દ્વારા નવા વર્ષે એક બીજાને પગે લાગે છે તો આ નવા વર્ષે લોકો મીઠું મોઢું કરાવે છે આ પરંપરા આજે પણ જળવાયેલી છે

અહેવાલ - કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો -- 147thRathYatraLIVE : સરસપુરમાં મામેરા વિધિ પૂર્ણ, ગજરાજ કાલુપુર પહોંચ્યા

Tags :
CMgreetingKutchmodiNEWPMtwitterviayear
Next Article