ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahisagar : દારૂનાં ગીતો પર નાના ભૂલકાંઓને ડાન્સ કરાવતો Video વાઇરલ થતા જાણીતી શાળા ભારે વિવાદમાં!

મહીસાગર (Mahisagar) જિલ્લામાં આવેલી અને સંસ્કારનું સિંચન કરતી જાણીતી ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. વીરપુરની એક ખાનગી શાળામાં દારૂ અને બિયરની મહેફિલના ગીતો પર નાના ભૂલકાઓ એવા વિદ્યાર્થીઓને ડાન્સ કરાવ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. વીરપુર (Veerpur)...
10:05 AM Apr 04, 2024 IST | Vipul Sen
મહીસાગર (Mahisagar) જિલ્લામાં આવેલી અને સંસ્કારનું સિંચન કરતી જાણીતી ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. વીરપુરની એક ખાનગી શાળામાં દારૂ અને બિયરની મહેફિલના ગીતો પર નાના ભૂલકાઓ એવા વિદ્યાર્થીઓને ડાન્સ કરાવ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. વીરપુર (Veerpur)...

મહીસાગર (Mahisagar) જિલ્લામાં આવેલી અને સંસ્કારનું સિંચન કરતી જાણીતી ખાનગી શાળા વિવાદમાં સપડાઈ છે. વીરપુરની એક ખાનગી શાળામાં દારૂ અને બિયરની મહેફિલના ગીતો પર નાના ભૂલકાઓ એવા વિદ્યાર્થીઓને ડાન્સ કરાવ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. વીરપુર (Veerpur) તાલુકાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વીડિયો વાઇરલ થતા સ્થાનિકો અને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ શાળાની પ્રવૃત્તિ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

મહીસાગર (Mahisagar) જિલ્લાના વીરપુરમાં (Veerpur) આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર ખાનગી શાળા (Swami Vivekananda Vidya Mandir school) વિવાદમાં સપડાઈ છે. સંસ્કારનું સિંચન કરતી શાળાનો એક વિવાદાસ્પદ વીડિયો વીરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાઇરલ થતા સ્થાનિકો અને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે, શાળાના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ (annual festival) દરમિયાન દારૂની વાતો થઈ અને દારૂ (alcohol) અને બિયરની મહેફિલના ગીતો પર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. નાના ભૂલકાઓને દારૂ અને બિયરના ગીતો પર ડાન્સ કરાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) પર વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે લોકો દ્વારા શાળાની પ્રવૃત્તિ સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે.

લોકો દ્વારા અનેક સવાલ...

> શું શાળામાં આવા સંસ્કાર આપવામાં આવે છે?
> નાના ભૂલકાંનો નશાને રવાડે ચઢાવાનું કાવતરું કોનું?
> આખરે શું સંદેશ આપવા માગે છે શાળાના સંચાલકો?
> શાળામાં બાળકો સારા સંસ્કાર લેવા જાય છે, દારૂની મહેફિલ માટે નહીં?
> શું શાળામાં વિદ્યાર્થીઓને આવું શિક્ષણ આપવામાં આવે છે?
> જો બાળક નશાના રવાડે ચઢી ગયું તો જવાબદાર કોણ?
> આવા ગીતોથી બાળકોના મગજ પર શું અસર પડશે?

આ પણ વાંચો - weather forecast : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો! ધરતી પુત્રોમાં ચિંતા

આ પણ વાંચો - અમદાવાદ : RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા 170 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ, કારણ ચોંકાવી દેશે

આ પણ વાંચો - VADODARA : સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવવા મજબૂર

Tags :
AlcoholAnnual festivalcontroversyGujarat FirstGujarati NewsMahisagarSocial MediaSwami Vivekananda Vidya Mandir schoolVeerpur
Next Article