Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahisagar : વીરપુર કોલેજમાં વિદ્યાર્થીઓએ નફ્ફ્ટાઈની હદ વટાવી! જાહેરમાં અર્ધનગ્ન થઈ કર્યો અભદ્ર ડાન્સ, Video વાઇરલ

મહીસાગરની (Mahisagar) વીરપુર કોલેજનાં છેલ્લા દિવસે કેટલાક વિદ્યાર્થીઓએ નફ્ફ્ટાઈની હદ વટાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં અર્ધનગ્ન થઈ અભદ્ર રીતે ડાન્સ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના અભદ્ર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આર્ટસ કોલેજ (Arts College) હવે વિવાદમાં સપડાઈ છે....
mahisagar   વીરપુર કોલેજમાં વિદ્યાર્થીઓએ નફ્ફ્ટાઈની હદ વટાવી  જાહેરમાં અર્ધનગ્ન થઈ કર્યો અભદ્ર ડાન્સ  video વાઇરલ
Advertisement

મહીસાગરની (Mahisagar) વીરપુર કોલેજનાં છેલ્લા દિવસે કેટલાક વિદ્યાર્થીઓએ નફ્ફ્ટાઈની હદ વટાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં અર્ધનગ્ન થઈ અભદ્ર રીતે ડાન્સ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના અભદ્ર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આર્ટસ કોલેજ (Arts College) હવે વિવાદમાં સપડાઈ છે. સંસ્કારોનું સિંચન કરતી કોલેજની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.

મહીસાગર (Mahisagar) જિલ્લાના વિરપુરની (Veerpur) શાળા બાદ હવે કોલેજ વિવાદમાં સપડાઈ છે. કમળાબેન છબીલદાસ આર્ટસ કૉલેજનો (Kamlaben Khimbaldas Arts College) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. માહિતી મુજબ, આ વાઇરલ વીડિયો કોલેજનાં છેલ્લા દિવસનો હોવાનું મનાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ નફ્ફટાઈની હદ્દ વટાવીને બેરોકટોક જાહેરમાં અર્ધનગ્ન થઈને 'ચોલી કે પીછે ક્યાં હૈ' ના ગીત પર અભદ્ર ડાન્સ કરી રહ્યા છે. કાર પર ચઢીને જોખમી રીતે સ્ટંટ કરી ડાન્સ કરતા વિદ્યાર્થીઓ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓની બેખૌફ રીતે આવારાગર્દી વીડિયોમાં નજરે પડી રહી છે.

Advertisement

Advertisement

વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલ

આ વીડિયો સામે આવ્યા બાદ સવાલ થાય છે કે એક બાદ એક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારનાં શિક્ષણનું સિંચન કરવા માંગે છે ? શું વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા આવે છે કે પછી ડાન્સનાં ક્લાસ શીખવા ? આવા પ્રકારના સંસ્કાર શું કોલેજ સત્તાધીશો આપી રહ્યા છે કે શું ? આ મામલે હવે કોલેજના સત્તાધીશો દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહેશે.

આ પણ વાંચો - MAHISAGAR : દારૂના ગીતો પર ડાંસનો VIDEO વાયરલ થતાં હવે SOCIAL MEDIA ઉપર ઠાલવ્યો લોકોએ રોષ

આ પણ વાંચો - Banaskantha : દાંતામાં હીંચકે ઝૂલતા લાગ્યો કરંટ, ત્રણ પૈકી 2 માસૂમ બાળકીઓનાં મોત

આ પણ વાંચો - Navsari : પિત્ઝાના શોખીનો ચેતજો! આ જાણીતી બ્રાન્ડની દુકાનમાં ગ્રાહકને અપાઈ ફૂગવાળી વાસી કેક, Video વાઇરલ

Tags :
Advertisement

.

×